રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમપ્રકાશએ દબાણકર્તાઓ સામે લાલ આંખ કરી છે અને કલેક્ટર તંત્ર દ્વારા છેલ્લા એક મહિનામાં ત્રણથી વધુ ખરાબાઓની જમીન ખુલી કરાવવામાં આવી છે. દરમિયાન તાજેતરમાં વધુ એક ઓપરેશન હાથ ધરીને ન્યૂ રાજકોટના વાવડી વિસ્તારમાં ઝૂંપડપટ્ટી સહિતના દબાણો દૂર કરી રૂ.૫૦ કરોડની કિંમતની જમીન ખુલી કરાવાઇ હતી.
વિશેષમાં રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ તાલુકાના વાવડી ગામના સરકારી ખરાબાના સર્વે નંબર ૧૪૯ પૈકીની સરકારી ખરાબાની જમીન પરના કુલ ૨૦ જેટલા કાચા પાકા ઝુપડાઓ ત્થા લારીઓ સહીત આશરે ૫૦૦૦ ચોરસ મીટર જમીન ઉપરનું અનઅધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યું હતું.આ જમીનની અંદાજિત બજાર કિંમત રૂ.૫૦ કરોડ જેટલી થાય છે.
આગામી દિવસોમાં રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા દબાણો ખુલા કરાવવા માટે વધુ ડિમોલિશન હાથ ધરાઇ તેવા નિર્દેશ મળી રહ્યા છે.