BREAKING NEWS

સ્મોલકેપની તેજી પાછળ દોડેલા નાના રોકાણકારોને હવે ભારે આર્થિક ફટકો

  • October 12, 2026 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શેરબજારમાં સ્મોલકેપ શેરોમાં આવેલી ઝડપી તેજીની પાછળ અંધાધૂંધ દોડ મૂકનારા નાના રોકાણકારોને હવે ભારે આર્થિક ફટકો પડી રહ્યો છે. જે સ્મોલકેપ શેરોમાં રિટેલ રોકાણકારોની ભાગીદારી સૌથી વધુ હતી, તેમાંથી મોટાભાગના શેરોએ છેલ્લા એક વર્ષમાં નકારાત્મક રિટર્ન આપીને રોકાણકારોને મોટું નુકસાન કરાવ્યું છે. રિટેલ રોકાણકારોની સૌથી વધુ ભાગીદારી ધરાવતી ટોચની ૧૦ સ્મોલકેપ કંપનીઓમાંથી નવ કંપનીના શેરોમાં છેલ્લા એક વર્ષમાં ભારે ઘટાડો નોંધાયો છે, જેમાં કેટલાક શેરો તો ૫૭ ટકા સુધી ગબડી ચૂકયા છે.
રિટેલ રોકાણકારોના નુકસાનથી વિપરીત, મ્યુચ્યુઅલ ફંડસની સૌથી વધુ હિસ્સેદારી ધરાવતી સ્મોલકેપ કંપનીઓએ શેરબજારમાં પ્રમાણમાં ઘણું સાં પ્રદર્શન કયુ છે. મ્યુચ્યુઅલ ફંડસનું સૌથી વધુ હોલ્ડિંગ ધરાવતી ટોચની ૧૦ સ્મોલકેપ કંપનીઓમાંથી સાત કંપનીઓએ છેલ્લા એક વર્ષ દરમિયાન રોકાણકારોને પોઝિટિવ (સકારાત્મક) રિટર્ન આપ્યું છે. આ દર્શાવે છે કે વ્યાવસાયિક અને સંસ્થાકીય રોકાણકારોના સંશોધન આધારિત રોકાણ નિર્ણય સામે સામાન્ય રોકાણકારોની તેજી પાછળ દોડવાની વ્યૂહરચના નિષ્ફળ રહી છે.જે સ્મોલકેપ શેરોમાં રિટેલ રોકાણકારોએ ૨૦૨૩થી ૨૦૨૫ વચ્ચે તેજી જોઈને પોતાની હિસ્સેદારી વધારી હતી, તેમને છેલ્લા એક વર્ષમાં નકારાત્મક રિટર્ન મળ્યું છે. જેમાં રિલાયન્સ પાવર ૪૯.૯૩ ટકા ભાગીદારી સામં રિટર્ન માઈનસ ૫૬.૭ ટકા, ટિન કેમિકલ્સટાટા એલેકસી ૨૯.૭૪ ટકા ભાગીદારી સામે રિટર્ન માઈનસ ૪૧.૩ ટકા, જી એન્ટરટેઈનમેન્ટ ૪૪.૯૨ ટકા ભાગીદારી સામે રિટર્ન માઈનસ ૩૬.૫ ટકા, ઓલેકટ્રા ગ્રીનટેક ૩૫.૪૭ ટકા ભાગીદારી સામે રિટર્ન માઈનસ ૨૯.૫ ટકા, અમારા રાજા ૨૮.૯૬ ટકા ભાગીદારી સામે રિટર્ન માઈનસ ૨૭.૬ ટકા, આઈએઈએકસ ૩૭.૪૬ ટકા ભાગીદારી સામે રિટર્ન માઈનસ ૨૩.૬ ટકા, સીડીએસએલ ૫૨.૧૯ ટકા ભાગીદારી સામે રિટર્ન માઈનસ ૨૨.૩ ટકા, એચબીએલ ઈંજી ૨૯.૦૫ ટકા ભાગીદારી સામે રિટર્ન માઈનસ ૨૧.૪ ટકા અને ટિટાગઢ રેલ ૨૮.૮ ટકા ભાગીદારી સામે રિટર્ન માઈનસ ૧૩.૨ ટકા નોંધાયું છે.
માત્ર જૈન ટેકનોલોજીઝ ૨૮.૬૫ ટકા ભાગીદારી સામે એકમાત્ર એવો શેર રહ્યો જેણે ૯.૮ ટકાનું સકારાત્મક રિટર્ન આપ્યું છે.બીજી તરફ, મ્યુચ્યુઅલ ફંડસ દ્રારા રોકાણ કરાયેલા સ્મોલકેપ શેરોમાં સારો ઉછાળો જોવા મળ્યો છે. જેમ કે, સોના બીએલડબલ્યુ માં ૭૯.૮ ટકા, વિજયા ડાયાબ્નોસ્ટિક માં ૪૭.૪ ટકા, યુનિયન બેંક માં ૨૩.૧ ટકા, પીએનબી હાઉસિંગમાં ૩૫.૪ ટકા, કર વૈશ્ય બેંકમાં ૫૦.૯ ટકા અને કલ્પત પ્રોજેકટમાં ૧૦.૩ ટકાનો વધારો થયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application