BREAKING NEWS

યુએસના મિસૌરીમાં સ્કાયડાઇવર્સને લઈ જતું નાનું વિમાન ક્રેશ, ૧૨નાં મોત

  • June 15, 2026 02:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાના મિસૌરીમાં એક નાનું વિમાન ક્રેશ થઈ ગયું હતું જેમાં સવાર તમામ ૧૨ લોકોના મોત થયા. આ અકસ્માત બટલર મેમોરિયલ એરપોર્ટ નજીક થયો હતો, યાં વિમાન ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી. અકસ્માતની જાણ થતાં જ બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ કોઈને બચાવી શકાયું ન હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિમાનમાં સ્કાયડાઇવર્સ હતા જેમાંથી કોઈને બચાવી શકાયા ન હતા. આ અકસ્માત કેન્સાસ સિટીથી લગભગ ૬૫ માઇલ દક્ષિણમાં બટલર મેમોરિયલ એરપોર્ટ નજીક થયો હતો.
મિસૌરી હાઇવે પેટ્રોલ સાર્જન્ટ જસ્ટિન ઇવિંગે જણાવ્યું હતું કે વિમાન સ્કાયડાઇવિંગ માટે લોકોને લઈ જઈ રહ્યું હતું. તેમણે કહ્યું કે નાનું વિમાન ક્રેશ થયા પછી તરત જ એરપોર્ટ નજીકના ખેતરમાં પડી ગયું હતું અને વિમાનમાં આગ લાગી ગઈ હતી. તેમણે કહ્યું હતું કે નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેટી બોર્ડ દ્રારા ક્રેશની તપાસ કરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application