ગ્રેટર નોઈડામાં વહેલી સવારે ધુમ્મસના લીધે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો વિઝીબીલીટી સાવ જ ઓછી હોવાને લીધે રોડ પર ઉભેલી ટ્રક પાછળ બીજી ટ્રક અથડાઈ હતી અને તેના પછી બસે ટ્રકને ટક્કર મારી હતી.આ બસ પાણીપતથી મથુરા જઈ રહી હતી. આ અકસ્માતમાં ૧૯ લોકો ઘાયલ થયા હતા અને તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે.
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ધુમ્મસએ હાહાકાર મચાવ્યો છે. ગાઢ ધુમ્મસના કારણે ઈસ્ટર્ન પેરિફેરલ એકસપ્રેસ વે પર ત્રણ વાહનો વચ્ચે અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં ૧૯ લોકો ઘાયલ થયા હોવાનો મામલો સામે આવ્યો છે. ઇકોટેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં, કાસનાથી ફરીદાબાદ તરફ જતી લેન પર, એક ટ્રકે પાછળથી આગળ ઉભેલી બીજી ટ્રકને ટક્કર મારી. આ દરમિયાન પાણીપતથી મથુરા જઈ રહેલી બસ પણ ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતમાં બસના મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ગ્રેટર નોઈડાથી લઈને પશ્ચિમ યુપી સુધીના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડો છે. ઈસ્ટર્ન પેરિફેરલ એકસપ્રેસ વે પર અકસ્માતની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાહત કાર્ય શ કરવામાં આવ્યું હતું. પોલીસ ટીમે ઘાયલોને એમ્બ્યુલન્સ દ્રારા નજીકની હોસ્પિટલમાં મોકલ્યા હતા. પોલીસ કર્મચારીઓએ અકસ્માતગ્રસ્ત વાહનોને સલામત સ્થળે ખસેડી ટ્રાફિક હળવો કર્યેા હતો.ગાઢ ધુમ્મસના કારણે અકસ્માતનું જોખમ વધી ગયું છે. પૂર્વીય પેરિફેરલ પર ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના કારણે આ અકસ્માત થયો હતો. આવી સ્થિતિમાં વહીવટીતત્રં દ્રારા વાહનચાલકોને ચેતવણી આપવામાં આવી રહી છે.
વાહનોની ગતિ ધીમી રાખવા તંત્રની અપીલ
શિયાળાની ઋતુમાં ધુમ્મસની અસરને ધ્યાનમાં રાખીને ગૌતમ બુદ્ધ નગર પ્રશાસને અપીલ જારી કરી છે. ધુમ્મસ દરમિયાન વાહનચાલકોને તેમના વાહનોની ગતિ ધીમી રાખવા અપીલ કરવામાં આવી છે. વાહનોને પણ અત્યતં સાવધાની સાથે ચલાવવા માટે કહેવામાં આવ્યું છે. ઈસ્ટર્ન પેરિફેરલ એકસપ્રેસ વે દુર્ઘટના બાદ પ્રશાસન અને પોલીસ ટીમ સતર્ક થઈ ગઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech