BREAKING NEWS

સ્મૃતિ મંધાના 20 નવેમ્બરે પલાશ મુચ્છલ સાથે ચાર ફેરા ફરશે

  • November 04, 2025 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય ક્રિકેટની સ્ટાર બેટર સ્મૃતિ મંધાના મેદાનની બહાર પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કરવા જઈ રહી છે. હકીકતમાં આઈસીસી મહિલા વિશ્વકપ 2025 વિનર સ્મૃતિ મંધાના નવેમ્બર 2025મા પોતાના બોયફ્રેન્ડ પલાશ મુચ્છલ સાથે લગ્ન કરવાની છે.20મીએ આ સેરેમની યોજાનાર છે. 

સ્મૃતિ મંધાનાનો થનાર પતિ પલાશ મુચ્છલ એક સક્સેસફુલ મ્યૂઝિશિયન છે અને તેનું કરિયર પણ શાનદાર રહ્યું છે. 1995મા ઈન્દોરમાં એક મારવાડી પરિવારમાં જન્મેલ પલાશ સંગીત વચ્ચે મોટો થયો. ભારતીય શાસ્ત્રીય ગાયનમાં ટ્રેન્ડ પલાશની નાની ઉંમરે બોલીવુડમાં એન્ટ્રી થઈ ગઈ હતી. તેણે ઢિશ્કિયાઉં (2014) માટે કંપોઝર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી. ત્યારથી તેણે ભૂમિ ઔર તેરે બિન લાદેનઃ ડેડ ઓર અલાઇવ જેવી ફિલ્મો માટે યાદગાર ગીત આપ્યા છે.

ફિલ્મ મ્યૂઝિક સિવાય પલાશે વ્યક્તિગત મ્યૂઝિક વર્લ્ડમાં પણ પોતાની મજબૂત ઓળખ બનાવી છે, જ્યાં તેણે ભારતના કેટલાક ટોપ સિંગર્સ અને લિરિસિસ્ટની સાથે કામ કર્યું છે. તે સિંગર પલક મુચ્છલનો નાનો ભાઈ પણ છે, જેના ફેમસ ગીત લાપતા, મેરી આશિકી અને જુમ્મે કી રા બોલીવુડ પ્લેલિસ્ટમાં છવાયેલા રહે છે. મુચ્છલ ભાઈ-બહેનોએ મળી ભારતની સૌથી ટેલેન્ટેડ સંગીત જોડીના રૂપમાં પોતાની ઓળખ બનાવી છે.

રિપોર્ટ પ્રમાણે પલાશ અને સ્મૃતિના લગ્ન 20 નવેમ્બરે સ્મૃતિના ગૃહનગર સાંગલી, મહારાષ્ટ્રમાં થવાની આશા છે. રૂમર્સ છે કે બંને પરિવાર એક પ્રાઇવેટ પરંતુ ગ્રાન્ડ વેડિંગનું પ્લાનિંગ કરી રહ્યાં છે, જેમી ક્રિકેટર, ફિલ્મી હસ્તિઓ અને બંને પક્ષના નજીકના લોકો સામેલ થશે.

સ્મૃતિ અને પલાશનો સંબંધ 2019મા શરૂ થયો હતો, પરંતુઆ કપલે ઘણા વર્ષો સુધી દુનિયાથી છુપાવીને રાખ્યો હતો. જુલાઈ 2024મા પોતાના પ્રેમની પાંચમી એનિવર્સરી પર એક ઇમોશનલ ઈન્સ્ટાગ્રામ પોસ્ટની સાથે ખુલાસો કર્યો હતો કે તે રિલેશનશિપમાં છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News