શીશલી ગામે લીરબાઇ માતાજીના મંદિર પટાંગણમાં ચોરી કરનાર તસ્કર ઝડપાયો
શીશલી ગામે લીરબાઇ માતાજીના મંદિર પટાંગણમાં ચોરી કરનાર તસ્કર ઝડપાયો
October 01, 2025 02:17 PM
પોરબંદર નજીકના શિશલી ગામે લીરબાઈ માતાજીના મંદિર પરિસરમાં પૂજારીના માતા ઓશિકા નીચે ૫૦ હજાર પિયા રાખીને સૂતા હતા ત્યારે ભરબપોરે કોઈએ ચોરી લીધા હતા અને સીસીટીવી ફૂટેજ ચેક કરતા ભોજન પ્રસાદી લેવા આવેલો એક ઈસમ ચોરીને ભાગતો હોવાનું નજરે ચડ્યું હતું બગવદર પોલીસે ગુના નો ભેદ ઉકેલિને કુતિયાણાના ચોરને પકડી પાડ્યો છે. જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જીલ્લામા ચોરીના દાખલ થયેલ એફ.આઇ.આર ના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા માટે ખાસ સુચના આપેલ હોય જે અનુસંધાને પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ બગવદર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. એ.એસ.બારા તથા પોલીસ સ્ટાફના માણસો શીશલી ગામે લીરબાઇ માતાજીના મંદીરની જગ્યામાં થયેલ ચોરીની તપાસમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ એચ.ડી.સીસોદીયા તથા પો.હેડ.કોન્સ. વિ.એન.ભુતીયા તથા ડી.આર.સીસોદીયાને ચોકકસ બાતમી રાહે હકિકત મળેલ કે મુદામાલની રાજુ ભાણાભાઈ ઘાંધલ રહે.કાનાકુવા તા. કુતીયાણાએ ચોરી કરેલ હોય જેથી મજકુર ઇસમને બગવદર પોલીસ સ્ટેશને લઇ આવી યુકતી પ્રયુક્તિ પુછપરછ કરતાં ઉપરોકત ગુન્હાની કબુલાત આપતો હોય જેથી તેમની પાસેથી ગુન્હાનો ચોરીમાં ગયેલ કુલ મુદ્દામાલ જેમા પીયા.૫૦૦ ના દરની ચલણી નોટો ૧૦૦ તે પીયા.૫૦,૦૦૦/- ના દરની ચલણી નોટો મળી કુલ પીયા.૫૦,૦૦૦/- મુદામાલ મળી આવેલ છે. ઉપરોકત ગુન્હો કરેલાની કબુલાત આપતો હોય જેથી ધોરણસરની કાર્યવાહી કરી ચોરીનો અનડીટેકટ ગુન્હો ગણતરીની કલાકોમા ડીટેકટ કરી પ્રશંસનીય કામગીરી કરવામા આવેલ છે.કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી પોલીસ સબ ઇન્સ એ.એસ.બારા તથા સ્ટાફના એ.એસ.આઇ એચ.ડી.સીસોદીયા તથા પો.હેડ.કોન્સ. વિ.એન.ભુતીયા તથા ડી.આર. સીસોદીયા તથા એચ.પી.મા તથા એ.બી.ભટ્ટી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.