BREAKING NEWS

ઉત્તરાખંડમાં બરફવર્ષા, ગુજરાતમાં ૪૦ ડીગ્રી

  • October 19, 2026 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશમાં પ્રથમ બરફવર્ષા થયાના સતત બીજા દિવસે પણ ઉત્તરાખંડમાં બરફવર્ષાનો દૌર જારી રહ્યો છે,ઉત્તર અને પૂર્વ ભારતમાં ગુલાબી ઠંડીના પગરવ થયા છે. ત્યારે ગુજરાતમાં હજી ગરમીનો કહેર ચાલુ જ છે. રાજકોટ સહીત રાયના ઘણા શહેરોનું તાપમાન ૪૦ ડીગ્રીની ઉપર રહ્યું છે. નવરાત્રીના તહેવારો દમિયાન ઓકટોબરના મધ્યમાં દેશના ઘણા ભાગોમાં હવામાન બદલાયું છે. પર્વતીય રાયોમાં પણ ઠંડીનું આગમન થયું છે. હિમાચલ અને ઉત્તરાખડં જેવા રાયોના ઐંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે.જયારે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં હાલમાં હવામાન સ્વચ્છ છે. ૨૪ ઓકટોબર સુધી હવામાન સ્વચ્છ રહેવાની ધારણા છે. આજે રાજધાનીમાં મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.સ્વચ્છ રહેવાની ધારણા છે. આજે રાજધાનીમાં મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.
ઉત્તર પ્રદેશમાં સવારે અને સાંજે હળવી ઠંડી અનુભવાઈ રહી છે. ઘરોમાં રાત્રે ચાલતા કુલર્સ અને એર કન્ડીશનર્સ બધં કરી દેવામાં આવ્યા છે. આજના હવામાન અંગે હવામાન વિભાગે કોઈ ચેતવણી જારી કરી નથી, પરંતુ મેરઠ, આગ્રા અને ઝાંસી સહિત કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની શકયતા છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શકયતા છે. બિહાર અને ઝારખંડમાં પણ હળવો વરસાદ થવાની શકયતા છે.ઉત્તર પ્રદેશમાં સવારે અને સાંજે હળવી ઠંડી અનુભવાઈ રહી છે. ઘરોમાં રાત્રે ચાલતા કુલર્સ અને એર કન્ડીશનર્સ બધં કરી દેવામાં આવ્યા છે. આજના હવામાન અંગે હવામાન વિભાગે કોઈ ચેતવણી જારી કરી નથી, પરંતુ મેરઠ, આગ્રા અને ઝાંસી સહિત કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની શકયતા છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શકયતા છે. બિહાર અને ઝારખંડમાં પણ હળવો વરસાદ થવાની શકયતા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application