ગુજરાતમાં વિવાદોમાં ઘરાયેલી સોશિયલ મીડિયા સ્ટાર કિર્તી પટેલને પાસા હેઠળ વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવી છે. કિર્તી પટેલ પર બે કરોડની ખંડણી માંગી સુરતના બિલ્ડરને બ્લેકમેલ કરવા સહિત અનેક ગુના છે.
સુરતમાં કિર્તી પટેલ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, લોકોને ધમકાવી ખંડણી માગવાના અનેક આરોપ કિર્તી પટેલ સામે લાગ્યા છે, કાપોદ્રા પોલીસે કિર્તી પટેલ સામે કડક કાર્યવાહી કરી છે અને કિર્તી પટેલને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપી છે, વિવિધ પોલીસ સ્ટેશનમાં તેની સામે 9 જેટલા ગુનાઓ નોંધાયા છે.
બિલ્ડરની હનીટ્રેપ કરી 2 કરોડની ખંડણી કેસ
હનીટ્રેપ-ખંડણીમાં નામચીન કિર્તી પટેલ સામે પોલીસે પહેલીવખત પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે. નવ ગુનાનો ઇતિહાસ ધરાવતી કિર્તીને વડોદરા જેલ ભેગી કરાઈ હતી. બિલ્ડરની હનીટ્રેપ કરી 2 કરોડની ખંડણી માંગવાના ગુનામાં કાપોદ્રા પોલીસે અગાઉ ધરપકડ કર્યા બાદ કિર્તી સામે પાસા હેઠળ કાયદાનો કોરડો વિંઝાયો હતો. મળતી વિગતો પ્રમાણે ગત જુન ૨૦૦૪માં કીર્તિ પટેલ સામે કાપોદ્રા પોલીસમાં ગુનો નોંધાયો હતો. ફ્લેટ બુક કરાવી કેન્સલ કર્યા બાદ વધુ રકમની માંગણી કરનાર શખ્સ સાથે મળી સુરતના વૃદ્ધ બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવાયા હતા.
જુન માસમાં કીર્તિ પટેલની ધરપકડ કરાઈ હતી
ત્યારબાદ બે કરોડની ખંડણી માંગી બિલ્ડરને બ્લેકમેઈલ કરાયા હતા. સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેતી કિર્તી પટેલને પકડવામાં પોલીસને એક વર્ષનો સમય લાગી ગયો હતો. ગત જુન માસમાં કીર્તિ પટેલની ધરપકડ કરાઈ હતી. તે સમયે કીર્તિએ બેશરમ થઈ ફોટોગ્રાફરને ટકાટક ફોટો પાડવા કહી અનેક કોમેન્ટ કરી હતી. વધુમાં સોશિયલ મીડિયામાં કાયમ એક્ટિવ રહેતી અને સસ્તી પબ્લિસિટી માટે કંઇ પણ હદે જતી કીર્તિ પટેલ સામે ખંડણી, હનીટ્રેપ, ધમકી સહિતના ૯ ગુના નોંધાઈ ચૂક્યા છે.દરમિયાન કાપોદ્રા પોલીસના ગુનામાં જામીન પર છૂટેલી કીર્તિ પટેલને કાયદાનો ખૌફ બતાવવા પાસાનું શસ્ત્ર ઉગામાયું હતુ.