BREAKING NEWS

જામનગર : સોમવારે મળનારી સ્ટે.કમીટીની બેઠકમાં કેટલાક કર-દર પર કાપ મુકાશે

  • February 07, 2026 05:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર મહાનગરપાલિકાની સ્ટે.કમીટીની એક બેઠક સોમવારે ચેરમેન નિલેશ કગથરાનાં અઘ્યક્ષસ્થાને મળશે જેમાં બજેટમાં મ્યુ. કમિશનર દ્વારા સુચવાયેલા કર-દરમાં ઘટાડો કરાય તેવી શકયતા છે ચુંટણી આવી રહી છે ત્યારે વધારો પોસાય તેમ નથી, સોમવારે સ્ટે.કમીટી બજેટ મંજુર કરશે. 


મ્યુ.કમિશનર દ્વારા એનવાયરમેન્ટ, ઇમ્પ્રુવમેન્ટ, ગ્રીનરી ચાર્જમાં રહેણાંક મિલકતમાં ૨૫ ને બદલે ૫૦, બિનરહેણાંક મિલકતમાં ૫૦ને બદલે ૧૦૦, ઇન્ડસ્ટ્રીયલ મિલકતાં ૧૦૦ને બદલે  ર૦૦, ઉપરાંત ભુગર્ભ ગટર હાઉસ કનેકશન ચાર્જમાં રેસી. માં રૂ.૧૨૦૦ને બદલે ૧૫૦૦ અને નોન રેસી. કનેકશનમાં ૨૫૦૦ને બદલે ૩૦૦૦ આ ઉપરાંત બિનરહેણાંક મિલકતમાં રૂ,૧૦૦ રહેણાંક મિલકતમાં રૂ.૫૦ અને ઇન્ડ. મિલકતમાં રૂ.૧૦૦નો વધારો ફાયરચાર્જીસમાં સુચવાયો છે. 


રણમલ તળાવ ઇવનીંગ જોગીંગ-વોકીંગ પાસમાં રૂ.૧૦૦નો વધારો, રણમલ તળાવ, એમ્યુઝમેન્ટ પાર્ક, અને રણજીતસાગર પાર્ક અને સીટી મ્યુઝીયમમાં રૂ. ૫નો વધારો, સ્ટ્રીટ લાઇટમાં રહેણાંકમાં રૂ.૧૦૦ ને બદલે ૨૦૦, બિનરહેણાંકમાં રૂ.૨૦૦ને બદલે ૩૦૦ અને ઇન્ડ.માં રૂ.૪૦૦નો વધારો સુચવાયો છે, સોલીડ વેસ્ટ ચાર્જમાં પ ને બદલે ૧૫, વોટર ચાર્જમાં ૧૪૦૦ને બદલે ૧૫૦૦ અને સ્લમ વિસ્તારમાં ૭૦૦ને બદલે ૭૫૦ તેમજ ભાડા અને ભોંભાડામાં, કારખાના લાયસન્સ ફીમાં જાહેરાતના દરોમાં ૧૦ ટકા વધારો સુચવાયો છે.


 આમ જોઇએ તો વ્હીકલ ટેકસમાં ૦.૩૦કરોડ, વોટર ચાર્જીસમાં ૧.૨૫ કરોડ, સોલીડવેસ્ટ કનેકશનમાં રૂ.૨.૫૦, ઇનવાયરમેન્ટ ચાર્જમાં રૂ.૯૦, ફાયર ચાર્જમાં ૦.૯૦ કરોડ, સ્ટ્રીટલાઇટ યુસેજ ચાર્જ રૂ.૩ કરોડ અને અન્ય કર-દરમાં થઇ રૂ.૦. ૨૫ કરોડ સહિત ૯.૧૦ કરોડ વેરા સુચવાયા છે. આમ ચુંટણીને ઘ્યાનમાં લઇને સુચવાયેલા વેરામાં અડધો કાપ મુકી દેવામાં આવે તેવી પણ શકયતા જોવાઇ રહી છે. સોમવારે મળનારી સ્ટે.કમીટીની બેઠકમાં નિર્ણય થશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application