એક સમયે જ્યાં આગળ આજી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ કે રામનાથ કોરિડોર બનશે તેવા સોનેરી સપના રાજકોટવાસીઓને દેખાડવામાં આવ્યા હતા તે આજી નદી હાલ તો રાજકોટ શહેરનું સૌથી મોટું કચરા નિકાલ કેન્દ્ર બની ગઈ છે, દરમિયાન આજે રામનાથપરા સ્મશાન ગૃહથી પાંજરાપોળ તરફ જતા બેઠા પુલ નજીક કોઇ નદીના પટમાં કોઇ વેફર પેકેટ સહિતના એક્સપાયરી ડેટ વિતાવી ચૂકેલા નમકીનનો જંગી જથ્થો ફેંકી ગયાનું સામે આવતા મહાપાલિકા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.
ફૂડ બ્રાંચની મદદ પણ લેવાઈ
દરમિયાન આ મામલે મહાપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બ્રાન્ચના ચીફ પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે કોઈક અજાણ્યા તત્વો આજી નદીના પટમાં વેફર પેકેટ સહિતના નમકીનનો જંગી જથ્થો ફેંકી ગયાનું માલૂમ પડતા તપાસ અર્થે ટીમ દોડાવી હતી, આ જથ્થો કઇ કંપનીના નમકીનનો છે અને કોણે કોને વેંચાણ કર્યો હતો તેની તપાસ લેબલ ઉપરના બેચ અને લોટ નંબરના આધારે કરવા ફૂડ બ્રાંચની મદદ પણ લેવાઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી
ખાસ કરીને આ અખાદ્ય અને વાસી જણાતા નમકીનનો આટલો મોટો જથ્થો આજી નદીના પટમાં કોણ ફેંકી ગયું તેની તપાસ માટે આજુબાજુમાં આવેલા સીસી ટીવી કેમેરાના ફૂટેજ ચકાસવા પણ તૈયારી શરૂ કરાઈ છે, જો ક્યાંય આઇ વે પ્રોજેક્ટના સીસી ટીવી કેમેરા આજુ બાજુમાં હોય તો તેના ફૂટેજ ચકાસવા પણ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી છે. નમકીનના પેકેટ ઉપર લખેલા હેલ્પ લાઇન નંબર ઉપર પણ કોલ કરવામાં આવ્યો હતો પરંતુ તે નંબર સતત નો રિપ્લાય થયો હતો.
તોતિંગ રકમનો દંડ વસુલવા કાર્યવાહી
વેફર પેકેટ સહિતના મોટા ભાગના નમકીનનો જથ્થો એક્સપાયરી ડેઇટ વિતાવી ચૂકેલો હોવાનું ધ્યાને આવ્યું છે, આ પ્રકારે ગંદકી ફેલાવનારને શોધવા માટે સીસીટીવી કેમેરાની મારફતે તપાસ ચાલી રહી છે અને ઝડપાયે તોતિંગ રકમનો દંડ વસુલવા કાર્યવાહી કરવા મહાપાલિકામાં તજવીજ ચાલી રહી છે. હાલમાં વાસી નમકીનનો આ જથ્થો નદીના પટમાંથી ઉપાડી ગાર્બેજ સ્ટેશને મોકલવા કાર્યવાહી ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech