પ્રતિવર્ષ યોજાતા સોમનાથ મહાશિવરાત્રી પર્વની ઉજવણીના આયોજનના ભાગપે જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેકટરએ વિવિધ વિભાગોના અધિકારીઓને તેમની જવાબદારીઓ સ્પષ્ટ્ર રીતે નિભાવવાની સૂચનાઓ આપી હતી. ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, સ્વચ્છતા, પીવાના પાણી, આરોગ્ય સેવાઓ, અિશામક વ્યવસ્થા તેમજ વીજ પુરવઠા જેવી જરી સેવાઓ સમયસર અને અસરકારક રીતે ઉપલબ્ધ રહે તે માટે જરી આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, મંદિર પરિસરમાં તથા આસપાસના વિસ્તારોમાં ભીડ નિયંત્રણ, શ્રદ્ધાળુઓ માટે માર્ગદર્શન સૂચક પટ, પાકિગ વ્યવસ્થા તેમજ આપત્તિ વ્યવસ્થાપન અંગે પણ ચર્ચા કરી તમામ સંબંધિત વિભાગોને પરસ્પર સંકલન સાથે કાર્ય કરવાની સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, અધિક કલેકટર રાજેશ આલ તથા પ્રવાસન વિભાગના અધિકારીઓ, આરોગ્ય વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા, પીજીવીસીએલ વિભાગ તેમજ મંદિર ટ્રસ્ટના પ્રતિનિધિઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા