BREAKING NEWS

રાજકોટમાં 1.25 લાખનો ગાંજો લાવ્યો પુત્ર અને ઝડપાયો પિતા

  • October 18, 2025 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં દિવાળી તહેવારો ના દિવસો નો પ્રારંભ થઈ ગયો છે ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસ કમિશનર દ્વારા કરાયેલા આદેશના પગલે શહેર આજીડેમ પોલીસ દ્વારા માંડાડુંગર વિસ્તારમાં આવેલ દેવકીનંદન સોસાયટીમાં રેડ કરી ૧૨.૫૨૦ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે શાકભાજીના ધંધાર્થી પર ભારતીય બિહારી શખ્સ ને ઝડપી લેતા આ ગાંજો તેનો પુત્ર લાવ્યાંની કબુલાત આપતા તેની શોધખોળ શરૂ કરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના ડીસીપી ઝોન વન હેતલ પટેલ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન ઝોન વન વિસ્તારોમાં આવેલા પોલીસ મથકોના ડી સ્ટાફને દારૂ તેમજ ડ્રગ્સ અને માદક પદાર્થ ની હેરાફેરી કરતા નશાશોદાગરો પર વોચ રાખી ઝડપી લેવા કરેલા આદેશના પગલે આજીડેમ પોલીસ મથકના પીઆઈ જાડેજાની સુચનાથી પીએસઆઇ જે જી રાણા અને ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી.

તે દરમિયાન ડી સ્ટાફના આજીડેમ ચોકડી પાસે માંડાડુંગર નજીક દેવકીનંદન સોસાયટીમાં રહેતા બિહારી પિતા પુત્ર ગાંજાનો ધંધો કરતા હોવાની આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પિયુષ ચિરોડિયા અને ગોપાલ બોળીયાને મળતા પીઆઈ એ.બી.જાડેજા તેમજ પીએસઆઈ જે.જી. રાણાના માર્ગદર્શન હેઠળ ટીમે દરોડો પાડ્યો હતો.

આજી ડેમ પોલીસે આરોપીના મકાનની તલાસી લેતા એક રૂમમાં રાખેલ શંકાસ્પદ સૂકા પાંદડા જેવો પદાર્થ મળી આવ્યો હતો. જે પદાર્થનું પરીક્ષણ કરતા ગાંજો હોવાનું ધ્યાને આવતા પોલીસે આ ગાંજાનો વજન કરતા ૧૨.૫૨૦ કિલોગ્રામ (કિમત ૧.૨૫ લાખ) હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ગાંજોનો જથ્થો કબ્જે કરી આરોપી વકીલસિહની ધરપકડ કરી હતી.

વધુમાં આરોપીની પ્રાથમિક પૂછપરછમાં વકીલસિહ મૂળ બિહારનો વતની અને શાકભાજીનો ધંધો કરતો હોવાનું તેમજ આ ગાંજાનો જથ્થો તેનો પુત્ર પ્રિન્સ લાવ્યો હોય તેવું રટણ કર્યું હતું, જેથી આજે ડેમ પોલીસે ગાંજાના કેસમાં ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ અંગેની કામગીરીમાં પીઆઇ એ બી જાડેજા, પીએસઆઇ જનકસિંહ રાણા, એએસઆઈ કિશનભાઇ આહીર, એએસઆઈ રવિભાઈ વાંક, હરપાલસિંહ જાડેજા, હારુનભાઈ ચાનીયા સહિતની ટીમ જોડાઈ હતી.


મેડિકલ દવાઓ નું પાર્સલ હોય તે રીતે પેકિંગ કરી ગાંજો વહેંચતા

આજીડેમ પોલીસે માંડાડુંગર દેવકીનંદન સોસાયટીમાં રહેતા બિહારી શખ્સના મકાનમાં દરોડો પાડ્યો ત્યારે પ્રથમ જે પેકિંગ વાળા પેકેટ નજરે પડ્યા તે મેડિકલની દવા ના પાર્સલ હોય તેવું જણાઈ રહ્યું હતું પરંતુ પોલીસે તે ખોલતા તેમાંથી ગાંજો મળી આવ્યો હતો. આરોપીનો પુત્ર પ્રિન્સ આ ગાંજો સાપર વેરાવળ જેવા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં કિલો બે કિલોના પેકેટ બનાવી વહેચતો હોવાનું સામે આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application