આટકોટ, જસદણ પંથકમાં અનેક સ્થળે એક ઈંચ વરસાદથી વાવણી શરૂ

  • June 07, 2025 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આટકોટ જસદણ પંથકના કેટલાંક ગ્રામ્ય વિસ્તારોમાં ગઇ સાંજે પવન અને ગાજવીજ સાથે ધોધમાર એક ઈંચ જેટલો વરસાદ પડી જતાં ભીમ અગિયારસના શુકન જોઇને અનેક ખેડૂતોએ વાવણી કાર્ય શરૂ કરી દીધું હતું.ગઇકાલે આખો દિવસ ગરમી અને ઉકળાટ રહ્યા બાદ પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે આટકોટ, જસદણ, ખારચીયા, જસાપર, જીવાપર સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી જતાં ખેતરોમાં પાણી ભરાઇ જવા પામ્યા હતાં. આ વાવણીલાયક વરસાદ ભીમ અગિયારસના શુકન મુજબ આજે અનેક ખેડૂતોએ વાવણીકાર્ય શરૂ કરી દીધું હતું. હજી અનેક ખેતરોમાં પાણી ભરેલા હોય તેઓ બપોરબાદ વાવણી કરશે. તેમ જણાવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News