જામનગર શહેરમાં ગઇકાલે એસપીના આદેશથી સીટી-સી ડીવીઝન વિસ્તારમાં સ્પે. કોમ્બીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી, અલગ અલગ વિસ્તારોમાં કરાયેલા ચેકીંગમાં ખાસ કરીને દારૂના ધંધાર્થીઓ પર તવાઇ બોલાવાઇ હતી અને અનેક કેસ નોંઘ્યા હતા, ઉપરાંત હોટલ, ઢાબા સહિતના સ્થળોએ સધન ચેકીંગની કાર્યવાહી હાથ ધરી હતી, આ કોમ્બીંગમાં ૧૭૮ વાહન ચેક કરાયા હતા, ઉપરાંત હીસ્ટ્રીશીટરોને ચેક કરાયા હતા.
રેન્જ આઇજી રાજકોટ અશોકકુમારએ તથા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીએ જામનગર જીલ્લાના માથાભારે, હિસ્ટ્રીશીટર, પ્રોહીબુટલેગર્સ, જુગારીઓ, મિલકત સબંધી/શરીર સબંધી/ ગુનાના આરોપીઓને ચેક કરવા સુચના કરેલ હોય,જેથી તા.૨૫/૧૧/૨૦૨૫ ના રોજ જામ સીટી સી ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારના બાવરીવાસ, હનુમાન ટેકરી, જાગુતિનગર, ગણપતનગર, વુલનમીલ ફાટક, રેલ્વે પાટા વિસ્તારમાસ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન નીચેની મુજબ કામગીરી કરવામા આવેલ હતી.

પ્રોહીબીશન કેસ---૩૫, હથિયારધારા ના કેસો(જી.પી.એકટ-૧૩૫) કેસ-૦૬, મિલ્કત સબંધી ગુનાના એમ.સી.આર ઇસમો ચેક- ૬૩, માથાભારે ઇસમો ચેક -૧૨, અસામાજીક ઇસમો ચેક-૦૭, ટપોરી ઇસમ ચેક-૦૪, પ્રોહી બુટેલગર્સ/પ્રોહી ધંધાર્થી ચેક-૩૨, જાણીતા જુગારી/ધંધાર્થી ચેક-૧૪, અવાવરૂ જગ્યા તથા ઝુપડપટ્ટી ચેક-૦૪, વાહન ચેક-૧૭૮, હોટલ ધાબા/ધાર્મિક સ્થળ ચેક-૧૯ કરાયા હતા.
નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાના સુપરવિઝન હેઠળ, એલ.સી.બી પો.ઇન્સ વી.એમ.લગારીયા, તથા સીટી સી પો.સ્ટે. પો.ઇન્સ એન.બી.ડાભી, સીટી એ પો.સ્ટે પો.ઇન્સ.એન.એ.ચાવડા તથા સીટી બી ડીવી પો.ઇન્સ.પી.પી.ઝા, તથા બેડી મરીન પો.સ્ટેના પો.ઇન્સ. વી.બી.ચૌધરી તથા મહિલા પો.સ્ટે પો.ઇન્સ. એ.કે.પટેલ તથા એસ.ઓ.જી પો.સબ ઇન્સ તથા એલ.સી.બી./એસ.ઓ.જી સ્ટાફ તથા ડોગસ્કોડ સાથે આ કાર્યવાહીમા પો.ઇન્સ-૦૬, પો.સબ ઇન્સ-૧૫,આશરે ૧૫૦ પોલીસ સ્ટાફ. ડોગસ્કોડ દ્રારા કાર્યવાહી કરવામા આવેલ છે.