BREAKING NEWS

જામનગરમાં પોલીસ દ્વારા સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઇવ

  • November 29, 2025 11:48 AM 



જામનગર જીલ્લા પોલીસ દ્વારા સતત બે દિવસ સુધી સ્પેશીયલ કોમ્બીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી જેમાં અસંખ્ય શખ્સોને ચેક કરાયા હતા કડક પગલા લઇને જુદા જુદા કેસ નોંધવામાં આવ્યા છે, ખાસ કરીને પ્રોહીબીશન અને અસામાજીક તત્વો સામે પગલા લેવામાં આવ્યા છે.


જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની એ જામનગર જીલ્લાના માથાભારે, હિસ્ટ્રીશીટ, પ્રોહીબુટલેગર્સ, જાણીતા જુગારીઓ,મિલકત સબંધી/શરીર સબંધી/ ગુનાના આરોપીઓ ને ચેક કરવા સુચના આપી હતી.


જેના અનુસંધાને સૌ પ્રથમ તા.૨૭.૧૧.૨૦૨૫ના રોજ જામ સીટી સી ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારના શંકરટેકરી, પાણાખાણ, ગોકુલનગર અને બાવરીવાસ વિસ્તારમા સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન કામગીરી કરવામાં આવી હતી.


જે દરમ્યાન પ્રોહીબીશન કેસ ૧૮, મિલ્કત સબંધી ગુનાના એમ.સી.આર ઇસમો ચેક- ૪૭, માથાભારે ઇસમો ચેક -૧૧,  અસામાજીક ઇસમો ચેક-૯, ટપોરી ઇસમ ચેક-૨, પ્રોહી બુટેલગર્સ/પ્રોહી ધંધાર્થી ચેક-૩૮, જાણીતા જુગારી/ધંધાર્થી ચેક-૧૨ , અવાવરુ જગ્યા તથા ઝુપડપટ્ટી ચેક-૪ , વાહન ચેક-૧૫૭ , હોટલ ધાબા/ધાર્મિક સ્થળ ચેક-૨૧ વગેરેની કામગીરીનો સમાવેશ થાય છે.

​​​​​​​


નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાના સુપરવિઝન હેઠળ, એલ.સી.બી પો.ઇન્સ .વી.એમ. લગારીયા, તથા સીટી સી પો.સ્ટે., પો.ઇન્સ. એન.બી.ડાભી, સીટી એ. પો.સ્ટેના પો.ઇન્સ.એન.એ.ચાવડા, તથા સીટી બી ડીવી પો.ઇન્સ. પી.પી.ઝા, તથા બેડી મરીન પો.સ્ટેના પો.ઇન્સ. વી.બી.ચૌધરી, મહિલા પો.સ્ટે પો.ઇન્સ. એ.કે.પટેલ તથા એસ.ઓ.જી પો.સબ ઇન્સ  તથા એલ.સી.બી., એસ.ઓ.જી. નો સ્ટાફ તથા ડોગસ્કોડ સાથે આ કાર્યવાહીમાં પો.ઇન્સ-૪, પો.સબ ઇન્સ-૯, આશરે ૯૦ પોલીસ સ્ટાફ જોડાયો હતો.


 અને  ડોગસ્કોડ ની મદદ થી આ કાર્યવાહી કરવામા આવી હતી.ત્યારબાદ ૨૮ તારીખે પણ એલસીબી દ્વારા સ્પેશિયલ કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન દારૂની પ્રવૃત્તિના બે કેસ તેમજ મિલકત સંબંધી ગુન્હા આચરતા ૧૧ એમસીઆરને ચેક કરવામાં આવ્યા હતા. દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સાત વ્યક્તિઓને ચેક કરાયા હતા. જાણીતા જુગારી એવા ચાર ધંધાર્થીને ચેક કરવામાં આવ્યા હતા. ઝૂંપડપટ્ટી તેમજ. અવાવરૂ એવી ૭ જેટલી જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું.  જયારે કુલ ૪૨ વાહનો ચેક કરવામાં આવ્યા હતા. ઉપરાંત ૩ હોટલ ધાબા અને ધાર્મિક સ્થળનું પણ ચેકિંગ કરાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application