48 કલાકમાં શિવલિંગ શોધી કાઢનાર પોલીસ ટીમને એસપીએ સ્મૃતિચિહ્ન અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ ગામના ભીડભંજન મહાદેવ મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગને શોધવામાં પોલીસે મોટી સફળતા મેળવી હતી. શિવરાત્રી પહેલાના દિવસે 25 તારીખે થયેલી આ ચોરીએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી હતી. આ કેસ પોલીસ માટે મોટો પડકાર હતો કારણ કે ઘટનાસ્થળે કોઈ સીસીટીવી કેમેરા કે સાક્ષી નહોતા. વળી, મંદિર માનવ વસ્તીથી દૂર આવેલું હોવાથી તપાસ વધુ મુશ્કેલ બની હતી.
જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને કલ્યાણપુર પોલીસની ટીમે માત્ર 48 કલાકમાં હિંમતનગરના એક ગામમાંથી તસ્કરોને ઝડપી લીધા અને શિવલિંગ પરત મેળવ્યું. આ સફળ કામગીરી બદલ એસપી નિતેશ પાંડેયે ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડ, એલસીબી પીઆઈ કે.કે. ગોહિલ અને તેમની ટીમના સભ્યોને સ્મૃતિચિહ્ન અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા. આ ટીમમાં એ.એલ. બારસીયા, એસ.વી. કાંબલીયા, જેસલસિંહ જાડેજા, અરજણભાઈ મારુ, ડાડુભાઈ જોગલ અને કલ્યાણપુરના પીએસઆઈ યુ.બી. અખેડનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech