BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી તા.૦૪ ડિસેમ્બર સુધી હાઉસ ટુ હાઉસ મતદારયાદીની ખાસ સઘન સુધારણા

  • November 04, 2025 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બુથ લેવલ ઓફિસર્સ ઘરે ઘરે જઈને મતદારો પાસે એન્યુમેરેશન ફોર્મ ભરાવશે

તા.૦૭ ફેબ્રુઆરી,૨૦૨૬ના રોજ આખરી મતદાર યાદી પ્રકાશિત કરાશે

ભારતના ચૂંટણી પંચ દ્રારા જાહેર કરવામાં આવેલી મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુબેશ(Special Intensive Revision-SIR) અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, દેવભૂમિ દ્વારકાએ વિવિધ રાજકીયના પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ વિવિધ રાજકીય ૫ક્ષના પ્રતિનિધિઓને મતદારની પાત્રતા, SIRની જરૂરિયાત, SIRના મુખ્ય અધિકારીઓ, SIRની મુખ્ય પ્રક્રિયા, ગણતરી ફોર્મ, SIR માટેના સૂચક (સંપૂર્ણ નહીં) દસ્તાવેજોની યાદી, તેમજ SIRના શેડયુલની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

જેમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત વિવિધ તબક્કાઓ અનુસાર તા.૦૪/૧૧/૨૦૨૫થી તા.૦૪/૧૨/૨૦૨૫ દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યૂમરેશન ફોર્મ ભરાવશે. ત્યારબાદ તા.૦૯/૧૨/૨૦૨૫ના રોજ હંગામી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં તા.૦૯/૧૨/૨૦૨૫ થી ૦૮/૦૧/૨૦૨૬ સુધી સુધારા માટેનો દાવો મતદારો કરી શકશે.
​​​​​​​ તા.૦૯/૧૨/૨૦૨૫થી ૩૧/૦૧/૨૦૨૬ સુધી દાવાઓની સુનાવણી તથા પ્રમાણીકરણ કરાશે.આ સમગ્ર પ્રક્રિયાના અંતે તા.૦૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application