BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બોગસ ડોક્ટરો વિરૂઘ્ધ સ્પેશીયલ ઓપરેશન

  • November 08, 2025 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર ડોક્ટર બની બેઠેલા શખ્સો દ્વારા લોકોના જીવ અને શારીરિક સલામતી જોખમમાં મૂકીને કરવામાં આવતી તબીબી પ્રેક્ટિસ સામે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ જુદી જુદી પોલીસ ટીમ દ્વારા અવિરત રીતે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ખંભાળિયા તાલુકામાં ગુરુવારે બે શખ્સો સામે કરવામાં આવેલી કાર્યવાહી બાદ ગઈકાલે શુક્રવારે પણ પોલીસ કાર્યવાહીમાં વધુ છ આસામીઓને ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરાઈ હતી.


પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયામાં રામનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા અને બી.એ.એમ.એસ.ની ડિગ્રી ધરાવી અને અત્રેથી આશરે ૨૦ કિલોમીટર દૂર ભાણખોખરી ગામે તબીબી પ્રેક્ટિસ કરતા પરબત સાજણ ગોજીયા (ઉ.વ. ૪૦) ઉપરાંત આ જ ગામેથી ધતુરીયા ગામના અરસી વીરા ભોચીયા (ઉ.વ. ૨૮), ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામેથી મૂળ કોલકત્તા રાજ્યના નદીયા જિલ્લાના વતની અને હાલ મોટા આંબલા ગામે રહેતા સુબ્રત ગૌર વિશ્વાસ (ઉ.વ. ૪૦)ને પકડી લીધા હતા.


આ ઉપરાંત દ્વારકાના ફૂલવાડી વિસ્તારમાંથી આમીન ઈબ્રાહીમ જેઠવા (ઉ.વ. ૩૮), ઓખાના પોસીત્રા વિસ્તારમાંથી અખ્તર ગફાર જેઠવા (ઉ.વ. ૪૦) અને ભાણવડના હાથલા ગામેથી રમેશ મનસુખલાલ કુબાવત (ઉ.વ. ૭૭) નામના કુલ છ આસામીઓ સામે બી.એન.એસ. અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ હેઠળ સ્થાનિક પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
​​​​​​​

દ્વારકા એસપી વાળા દ્વારા બોગસ ડોકટરો વિરુઘ્ધ સ્પેશીયલ ઓપરેશન હાથ ધર્યુ છે, સમયાંતરે ડીગ્રી વગરના ડોકટરો ઝપટમાં આવી રહયા છે, તાજેતરની કાર્યવાહી બાદ દ્વારકા જીલ્લામાં વધુ ૬ મુન્નાભાઇ એમબીબીએસ પોલીસની ઝપટમાં આવ્યા છે અને આ દીશામાં કાર્યવાહી ચાલુ રહેશે તેમ જાણવા મળ્યુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application