પશ્ર્ચિમ રેલવે તહેવારો દરમ્યાન મુસાફરોની સુવિધા અને સરળ આવાગમન પ્રત્યે પોતાની પ્રતિબધ્ધતાને વધુ મજબૂત બનાવતા આવનારા હોળી તહેવાર દરમ્યાન સંભવિત મુસાફરોની ભીડને સંભાળવા માટે વ્યાપક તૈયારીઓ સાથે છે. સંપૂર્ણ રીતે સજજ છે.
મુસાફરોની વધતી મુસાફરી માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા અત્યાર સુધી ૨૩૧ હોલીડે સ્પેશિયલ ટ્રેન સેવાઓ જાહેર કરવામાં આવી છે. દ્વારકા સહિતના તીર્થક્ષેત્રો માટે વેસ્ટર્ન રેલવે વિશેષ ટ્રેનો ૧લી માર્ચથી ૨૨ માર્ચ, ૨૦૨૬ દરમ્યાન દેશના વિવિધ ગંતવ્યો માટે ચલાવવામાં આવશે. જેમાં ઉતર અને પૂર્વ ભારતના મુખ્ય પ્રદેશો ઉતર પ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિત અન્ય મહત્વપૂર્ણ રાજ્યો પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું.
આ સ્પેશિયલ ટ્રેનોની યોજના મુસાફરોને વધારાના મુસાફરી વિકલ્પો ઉપલબ્ધ કરાવવા તથા તહેવારો દરમ્યાન આરામદાયક અને સુવિધાજનક મુસાફરી સુનિશ્ચિત કરવા માટે તૈયાર કરવામાં આવી છે.
હોલીડે સ્પેશિયલ ટ્રેનોના સંચાલન સાથે મજબૂત સ્ટેશન સ્તરીય તૈયારીઓ અને સંકલિત ભીડ વ્યવસ્થાપન રણનીતીઓ, હોળી તહેવાર દરમ્યાન મુસાફરોની સુરક્ષિત, વ્યવસ્થિત અને આરામદાયક મુસાફરી . સુનિશ્ચિત કરવા માટે રૈલવેની સજજતાને પ્રતિબિંબિત કરે છે. દ્વારકા સહિતના તીર્થક્ષેત્રો માટે વેસ્ટર્ન રેલવે વિશેષ ટ્રેનો દોડાવશે.