BREAKING NEWS

તા.૧૧મી ઓકટોબરથી ચાર રવિવાર વિશેષ મતદારયાદી નોંધણી કાર્યક્રમ

  • October 02, 2026 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં મતદાર યાદીને વધુ સચોટ અને અદ્યતન બનાવવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ અંતર્ગત ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં રાજ્યના વિવિધ મતદાન મથકો પર ચાર રવિવારે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવશે. ખાસ કરીને પહેલીવાર મતદાર બનવા જઈ રહેલા યુવાનો સહિત મતદાર યાદીમાં નામ નોંધાવવાથી બાકી રહી ગયેલા પાત્ર નાગરિકોને આ કેમ્પનો લાભ મળી શકશે.નાગરિકોને મતદાર નોંધણીની પ્રક્રિયા સરળતાથી પૂરી કરી શકાય તે માટે ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન ચાર ખાસ રવિવારના દિવસો નક્કી કરવામાં આવ્યા છે. આ દિવસે સંબંધિત અધિકારીઓ અને બૂથ લેવલ ઓફિસર મતદાન મથકો પર હાજર રહીને મતદાર યાદી સંબંધિત અરજીઓ સ્વીકારશે.વિશેષ કેમ્પની તારીખોમા તા.11 ઓક્ટોબર, 2026.તા.18 ઓક્ટોબર, 2026,તા.25 ઓક્ટોબર, 2026.તા,1 નવેમ્બર, 2026 નક્કી કરવામાં આવી છે.આ કેમ્પ દરમિયાન સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સંબંધિત કામગીરી કરવામાં આવશે.આ ઝુંબેશમાં ખાસ ધ્યાન 18 અને 19 વર્ષની ઉંમરના પ્રથમ વખતના પાત્ર યુવા મતદારો પર રાખવામાં આવશે. મતદાર તરીકે નોંધણી માટે પાત્ર હોવા છતાં જેમનું નામ હજુ સુધી મતદાર યાદીમાં ઉમેરાયું નથી, તેઓ આ કેમ્પ દરમિયાન અરજી કરી શકશે.જો કોઈ પાત્ર નાગરિકનું નામ મતદાર યાદીમાં નથી, તો નવા મતદાર તરીકે નોંધણી માટે Form-6 ભરવાનું રહે છે. ચૂંટણી પંચના સત્તાવાર પોર્ટલ પર આ ફોર્મ ઓનલાઈન ભરવાની સુવિધા ઉપલબ્ધ છે. અરજી કર્યા બાદ તેની સ્થિતિ પણ ઓનલાઈન તપાસી શકાય છે.આ ઉપરાંત મતદાર યાદીમાં પોતાનું નામ પહેલેથી નોંધાયેલું છે કે નહીં તે પણ સત્તાવાર પોર્ટલ પરથી તપાસી શકાય છે. ચૂંટણી પંચના પોર્ટલ પર મતદાર નોંધણી, અરજીનું સ્ટેટસ અને મતદાર યાદી સંબંધિત વિવિધ સેવાઓ ઉપલબ્ધ છે.કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ખાસ જાગૃતિ ઝુંબેશ ચલાવીને યુવા મતદારોની નોંધણી કરવામાં આવશે આ વિશેષ ઝુંબેશને માત્ર મતદાન મથકો સુધી સીમિત રાખવામાં નહીં આવે. મતદાર નોંધણી અધિકારીઓ અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા કોલેજો તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પણ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે.વિશેષ કેમ્પ દરમિયાન મતદાર નોંધણીની કામગીરી યોગ્ય રીતે થાય તે માટે અધિકારીઓ દ્વારા દેખરેખ રાખવામાં આવશે. સુપરવાઈઝરો મતદાન મથકોની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કરશે. જરૂરિયાત મુજબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, ચાર ઓ અને એઈઆરઓ પણ કેમ્પની કામગીરીની સમીક્ષા કરશે.જો તમારી ઉંમર મતદાર તરીકે નોંધણી માટે પાત્ર છે અને હજુ સુધી મતદાર યાદીમાં નામ નોંધાયેલું નથી, તો ફોર્મ-6 મારફતે અરજી કરી શકાય છે. ઓનલાઈન નોંધણી માટે ચૂંટણી પંચ વોટર સર્વિસ પોર્ટલ ઉપયોગ કરી શકાય છે.આ ઉપરાંત નજીકના મતદાન મથક અથવા બીએલઓ અંગેની માહિતી મેળવીને નિર્ધારિત ચાર રવિવારના વિશેષ કેમ્પમાં પણ જઈ શકાય છે. મતદાર યાદીમાં પોતાનું નામ પહેલેથી છે કે નહીં તે પણ સત્તાવાર પોર્ટલ પર તપાસી લેવું જરૂરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application