BREAKING NEWS

ભારતે બે–બે વખત આમંત્રણ આપ્યું હોવા છતાં બ્રિકસ બેઠકથી બાંગ્લાદેશ દૂર રહેવાની અટકળો

  • September 10, 2026 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નવી દિલ્હીમાં યોજાનારી બ્રિકસ શિખર બેઠક પહેલાં બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનની હાજરીને લઈને અનિશ્ચિતતા વધી છે. બાંગ્લાદેશ આ બેઠકથી અંતર રાખી શકે તેવી અટકળો વચ્ચે ઢાકા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણ, તિસ્તા નદીના મુદ્દા અને ચીનના વધતા પ્રભાવને લઈને તણાવ યથાવત છે.
ભારતે વડાપ્રધાન તારિક રહેમાનને બ્રિકસ શિખર બેઠકમાં ભાગ લેવા માટે બે વખત આમંત્રણ આપ્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, તેમની હાજરીની હજુ સત્તાવાર પુષ્ટ્રિ થઈ નથી. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલ પણ કહી ચૂકયા છે કે રહેમાન બ્રિકસ બેઠકમાં આવશે કે નહીં તેની પુષ્ટ્રિ થઈ નથી.બુધવારે બાંગ્લાદેશના વિદેશ મંત્રી ખલીલ–ઉર–રહેમાનને વડાપ્રધાન તારિક રહેમાનની બ્રિકસ બેઠકમાં ભાગીદારી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જોકે, તેમણે આ સવાલનો સીધો જવાબ આપ્યો નહોતો. તેમણે કહ્યું કે તેઓ ત્યાં પોતાના દેશના પ્રતિનિધિ તરીકે હાજર નથી અને પત્રકારોને મહાસભાના અધ્યક્ષ તરીકે જ પ્રશ્નો પૂછવા વિનંતી કરી.
ભારતે રહેમાનને બીમસ્ટેક શિખર બેઠકમાં પણ આમંત્રણ આપ્યું છે. બીમસ્ટેકમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, શ્રીલંકા, થાઈલેન્ડ, મ્યાનમાર, નેપાળ અને ભૂટાન સામેલ છે.
તારિક રહેમાન વડાપ્રધાન બન્યા બાદ ભારતે તેમને નવી દિલ્હી આવવાનું આમંત્રણ આપ્યું હતું. જોકે, તેમની ભારત મુલાકાત હજુ સુધી થઈ નથી. ઓગસ્ટમાં બાંગ્લાદેશના વિદેશ રાયમંત્રી હત્પમાંયૂન કબીરે કહ્યું હતું કે રહેમાનની ભારત મુલાકાતને લઈને કોઈ ઉતાવળ નથી. તેમણે સ્પષ્ટ્ર કયુ હતું કે બંને દેશો પોતાના રાષ્ટ્ર્રીય હિતોને ધ્યાનમાં રાખીને સમજૂતી પર પહોંચે ત્યાર બાદ જ મુલાકાત થઈ શકે છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં શેખ હસીનાનું પ્રત્યાર્પણ સૌથી સંવેદનશીલ મુદ્દાઓમાંનું એક છે. ૨૦૨૪ના વિધાર્થી આંદોલન બાદ હસીના બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયા હતા. ત્યારબાદ નવી સરકાર સત્તામાં આવ્યા પછી તેમને ભારતમાંથી પરત લાવવાની માંગ વધુ તેજ બની છે.હસીનાએ ભારતમાં રહીને પ્રેસ કોન્ફરન્સ કરતાં ઢાકાએ વાંધો વ્યકત કર્યેા હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application