લોકસભા ચૂંટણીના કારણે સિનિયર- જુનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત

  • April 19, 2024 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. લોકસભા ચૂંટણીને લઈ પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ કરાશે જાહેર કરવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સચિવ હસમુખ પટેલે આ જાણકારી આપી છે. લોકસભા ચૂંટણીને કારણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા છ દિવસ મોકૂફ રાખી છે. આ પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં ચુંટણી પંચના નિર્દેશ બાદ પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. 20, 21, 27 અને 28 એપ્રિલ તથા 4 અને 5 મે ના રોજ લેવાનારી પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. આજે જેની પરીક્ષા ચાલે છે તે યથાવત રહેશે. ચૂંટણી બાદ નવી તારીખ જાહેર કરાશે.

મતદાન દિવસ બાદની પરીક્ષાઓ યથાવત
મંડળ દ્વારા એવું વધુ અપડેટ આપવામાં આવ્યું છે કે અત્યાર સુધી લેવાયેલી પરીક્ષા યથાવત રહેશે. માત્ર આવતીકાલથી મતદાન સુધીની પરીક્ષાઓ મોકુફ રાખવાનો નિર્ણય લેવાય છે. મતદાન દિવસ બાદની પરીક્ષાઓ પણ યથાવત રહેશે. મતદાન બાદ ચૂંટણી પંચની મંજૂરી લઈને સ્થતિગત કરાયેલી પરીક્ષાઓ લેવાશે

મોકૂફ કરેલી પરીક્ષાનો નવો કોલ લેટર જાહેર થશે
આ મોકૂફ કરેલી પરીક્ષાનો નવો કોલ લેટર બનાવાશે. નવી તારીખ વિષે વાત કરવામાં આવે તો લગભગ તો ચૂંટણી પંચની મંજૂરી બાદ નવી તારીખ જાહેર કરવામાં આવશે. ગ્રુપ એ અને ગ્રુપ બીના પદો પર ભરતી માટે સીસીઈ 2024 પરીક્ષા 1 એપ્રિલથી 8 મે 2024 સુધી આયોજિત કરાઈ હતી. ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી કરવાનો નિર્ણય લીધો છે.

નવી તારીખો ટૂંક સમયમાં જાહેર થશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: 212/202324, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-4 તથા ગ્રુપ-8) ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પધર્ત્મિક પરીક્ષા તા. 01/04/2024 ના રોજથી શરૂ કરવામાં આવેલ છે. મંડળ દ્વારા આયોજીત પરીક્ષા કાર્યક્રમની તા. 20,21,27,28 એપ્રિલ 2024 અને તા. 04,05 મે 2024ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે. તા. 08/05/2024 અને 09/05/2024 ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application