BREAKING NEWS

વાઇબ્રન્ટ સમિટમાં એરપોર્ટનો લાઈવ અનુભવ કરાવતો સ્ટોલ બન્યો લોકોના આકર્ષણનું કેન્દ્ર

  • January 12, 2026 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં યુનિવર્સિટીના આંગણે આયોજિત વાઇબ્રન્ટ સમિટમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો સ્ટોલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. વાઇબ્રન્ટ સમિટની મુલાકાતે આવતા લોકો આ અનોખા સ્ટોલની મુલાકાત લઇ અને રોમાંચિત થઈ રહ્યા છે. અહીં મુલાકાત લેનાર દરેકને એરપોર્ટનો લાઇવ અનુભવ થઈ રહ્યો છે. જ્યાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ગેઈટ નંબર 4 પર આવેલા હોલ નંબર-5 માં મુલાકાતીઓની ભીડ સ્ટોલને જોવા માટે ઉમટી રહી છે.

આ સ્ટોલની મુલાકાત લેનાર કેટલાક મુલાકાતીઓએ જણાવ્યા પ્રમાણે સ્ટોલમાં એરપોર્ટ ટર્મિનલ, રન-વે તથા એટીસી ( એર ટ્રાફિક સિગ્નલ) સહિતના આહ્લાદક અનુભવ કરાવતા મોડલ બનાવવામાં આવ્યા છે. સ્ટોલમાં પ્રવેશતાની સાથે જ મુલાકાતીઓને આધુનિક એરપોર્ટમાં પ્રવેશ મેળવ્યો હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. જેણે સોની મુલાકાત લેનાર વિદ્યાર્થીઓ યુવાનો તેમજ એવિએશન ક્ષેત્રમાં રસ ધરાવનાર દરેકને માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

રાજકોટના આંગણે વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ભાગીદારી એવીએશન ક્ષેત્રના વિકાસ અને જનજાગૃતિ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા જઈ રહી છે. જેના ભાગરૂપે વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન વિપીનકુમાર, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુજોય-ડે અને તકનીકી નિષ્ણાત સહિતના અધિકારીઓ વિશેષ ફ્લાઈટમાં રાજકોટ આવી પહોંચ્યા છે. આ અધિકારીઓ અને તેમની ટીમ દ્વારા એરપોર્ટ ઓથોરિટીના સ્ટોલ અંતર્ગત મુલાકાતીઓને એરપોર્ટના વિવિધ મોડલ્સ અંગે માહિતી તેમજ માર્ગદર્શન આપવામાં આવી રહ્યા છે. એવિએશન ક્ષેત્રમાં કારકિર્દીની તકો અંગે પણ લોકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application