રાજકોટ શહેરના સોની બજારમાં આવેલી દેરાસરવાળી શેરીમાં દિયા ગોલ્ડ પોલિશિંગ નામના કારખાનામાં ગઈકાલ રાત્રિના વિકરાળ આગ ભભૂકી ઊઠી હતી. દરમિયાન અહીં રહેલ એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ થતા દોડધામ મચી જવા પામી હતી. આગની આ ઘટનાને લઇ પાંચ ફાયર ફાઇટરો અહીં દોડાવ્યા હતા. ફાયરના સ્ટાફ દ્રારા સતત બે કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગી તે સમય અહીં ચાર કર્મચારીઓ કામ કરતા હતા. પરંતુ સમય સૂચકતા દાખવી તેઓ તુરતં બહાર નીકળી જતા સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી નથી. એ.સી.માં શોર્ટ સર્કિટ થવાના લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગની આ ઘટનામાં અંદાજિત ૧૦ થી ૧૨ લાખનું નુકસાન થયું હોવાનું કારખાનેદાર દ્રારા જણાવાયું છે આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, સોની બજારમાં દેરાસરવાળી શેરી યુનિયન બેન્ક પાસેની ગલીમાં આવેલ દિયા ગોલ્ડ નામના પોલિશિંગ કારખાનામાં ગઈકાલ રાત્રીના આગ લાગ્યા અંગેનો હાર્દિકભાઈ નામના વ્યકિતએ ફાયર કંટ્રોલમમાં કોલ કર્યેા હતો. આગની જાણ થતા નાગરિક બેંક ફાયર સ્ટેશનથી એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઈટર રવાના કયુ હતું. ફાયરની ટીમ અહીં ઘટનાસ્થળે પહોંચતા આગ અહીં કોમ્પ્લેકસમાં ત્રીજા અને બીજા માળે લાગી હોવાનું માલુમ પડું હતું. થોડીવારમાં જ આગે વિકરાળ સ્વપ ધારણ કરી દીધું હતું તેમજ અહીં રહેલ એલપીજી સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા નાસભાગ મચી જવા પામી હતી. આગ લાગી તે સમયે પ્રથમ માળે ત્રણ લોકો બેઠા હતા દરમિયાન બીજા માટે બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આગ લાગી હતી. ત્રીજા માળે એક વ્યકિત કામ કરી રહ્યો હતો જે જેમ તેમ કરી બહાર નીકળી ગયો હતો. આગની આ ઘટનામાં પોલિશિંગ મશીન અલ્ટ્રાસોનિક મશીન તથા ફર્નિચર અને એલપીજી બ્લાસ્ટના કારણે મકાનની છતમાં ભારે નુકસાન થયું હતું. તેમજ અહીં પતરાનુ બાંધકામ હોય અને ઇલેકટ્રીક વાયરીંગ તથા ઇલેકટ્રીકના બે કાંટાને પણ નુકસાન થયું હતું. આગે થોડીવારમાં જ વિકરાળ સ્વપ ધારણ કરી લીધું હોય જેથી મુખ્ય ફાયર સ્ટેશન અને ઇઆરસી ફાયર સ્ટેશનથી મળી કુલ પાંચ ફાયર ફાઈટર અહીં દોડાવવામાં આવ્યા હતા અને સતત દોઢથી બે કલાક પાણીનો માળો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદભાગ્યે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.સોની બજારમાં દિયા ગોલ્ડ પોલિશિંગ કારખાનામાં રાત્રીના વિશાળ આગ લાગ્યા બાદ અહીં દોડધામ બચી જવા પામી હતી. તો બીજી તરફ આગની આ ઘટનાને લઇ સીએફો અમિતભાઈ દવે, ડેપ્યુટી સીએફઓ અશોકસિંહ ઝાલા, મુબારકભાઈ જુણેજા એસ.સો સંજયભાઈ સહિતના સ્થળ પર હાજર રહ્યા હતા