સાધુવાસવાણી રોડ પર શો-રૂમ પાસે જનરેટરમાં આગ ભભૂકતા નાસભાગ
સાધુવાસવાણી રોડ પર શો-રૂમ પાસે જનરેટરમાં આગ ભભૂકતા નાસભાગ
January 15, 2026 03:36 PM
શહેરના સાધુવાસવાણી રોડ પર ઉતરાયણની સમી સાંજે હલ્દીરામ શો-રૂમ પાસે જનરેટરમાં આગ ભભૂકી ઉઠી હતી. જે અંગેની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે તાકીદે અહીં પહોંચી વિજ કનેક્શન કટ કરી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનાને લઇ અહીં નાસભાગ મચી જવા પામી હતી. જોકે સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી નથી.
આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, ગઈકાલે સાંજના સમયે 6:00 વાગ્યા આસપાસ શહેરના સાધુવાસવાણી રોડ પર હલ્દીરામ શો-રૂમની બાજુમાં આવેલા જનરેટરમાં આગ લાગી હતી. જે અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા કાલાવડ રોડ ફાયર સ્ટેશનથી ફાયરની ટીમ મીની ફાયર ફાઈટર સાથે અહીં પહોંચી હતી. ફાયરરની ટીમે અહીં પહોંચી વીજ કનેક્શન કટ કરી બાદમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનાને લઇ રામાપીર ફાયર સ્ટેશનથી ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સ પણ અહીં પહોંચી હતી. સદભાગ્ય આગની આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થવા પામી નથી. આગ કયા કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી.