જામ્યુકોની ગઇકાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ૯.૮૨ કરોડના વિકાસ કામોને મંજુરી આપી હતી, ખાસ કરીને બે સેક્રેટરીની જગ્યા લાંબા સમયથી ખાલી હતી, આ જગ્યા ઉપર બઢતી આપીને ચંદ્રેશ સંઘાણીની નિમણુંક કરવાનો ઠરાવ ચેર ઉપરથી પસાર કરવામાં આવ્યો હતો, ચેરમેન નિલેશ બી. કગથરાના અધ્યક્ષ સ્થાને મળેલી મીટીંગમાં ૮ સભ્યો ઉપરાંત કમિશ્નર ડી.એન.મોદી. ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, આસી. કમિશ્નર મુકેશ વરસણા અને ઈંચા. આસી. કમિશ્નર જીજ્ઞેશ નિર્મલ ઉપસ્થિત રહ્યા હતાં. ખાસ કરીને આગામી દિવસોમાં ખંભાળીયા રોડ ઉપર હોટલ વિશાલ પાછળ બનનારા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ફેઝ-૧ માટે રૂ.૮૧.૬૨ લાખની ક્ધસ્લટન્સી સર્વિસીસ ફી મંજુર કરવામાં આવી હતી.
આ મીટીંગમાં ગુલાબનગર ઝોન વિસ્તારમા સ્ટ્રેન્ધનિંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી./બિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામનું વધારાનું રૂ.૯.૪૯ લાખનું ખર્ચ, વોટર વર્કસ શાખામાં ૧૦ સીટી ઈ.એસ.આ૨. ક્રોમ્પેહેન્સીવના ધોરણે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ (૨ વર્ષ માટે) કરવાના કામ અંગે રૂ.૨૪૧.૬૪ લાખ, શહેર ઝોન-૨માં જુદી-જુદી ડી.આઈ. પાઈપલાઈન નાખવાના મજુરી કામે વધારાના કામ અંગે રૂ.૨૨.૪૯ લાખના ખર્ચને મંજૂર કરાયું હતું. જુદી-જુદી શાખાઓની ડીમાન્ડ અન્વયે કોમ્પ્યુટર, પ્રિન્ટર, લેપટોપ, યુ.પી.એસ. વિગેરેની ખરીદી અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી.
હાપા માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ એલ.સી. નં.૧૮૮ પર રેલ્વે ઓવર બ્રીજ બનાવવાના કામે વધારાના કામના ખર્ચ અન્વયે રૂ.૧૩.૭૫ લાખ, જામનગર મહાનગર સેવા સદન-૧ના હયાત બિલ્ડીંગ ઉપર ત્રીજો માળ બનાવવાની કામગીરી અન્વયે જરૂરી ફર્નીચર વર્કની કામગીરી કરવા અંગે રૂ.૧૪.૯૪ લાખ, જામનગર શહેરમાં ખંભાળીયા રોડ ૫૨ હોટલ વિશાલ પાછળ, ટી.પી. સ્કીમ નં.-૨, અંતિમ ખંડ નં.-૯૮ વાળી જગ્યામાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ (ફેઝ-૧) બનાવવાના કામે પ્રોજેકટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્સી સર્વિસીસનું રૂ.૮૧.૬૨ લાખ, પ્રાઈવેટ સોસાયટી સ્કીમ હેઠળ સફાઈ કામદારો અને ખર્ચ મંજુરી, સોસાયટીનું મર્જર તથા નામ સુધારણા અંગે રૂ.૦.૨૪ લાખ મંજુર કરાયા હતાં.
જામનગર મહાનગરપાલિકા હસ્તકના અલગ-અલગ ઢોર ડબાઓ ખાતે રાખવામાં આવેલ પશુઓની સારવાર માટે એનીમલ એમ્બ્યુલન્સ (વાન-૧) તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની મોબ એકટીવીટી માટે વાહન (કાર-૧) ભાડાથી સપ્લાય કરવાનું કામ (એક્સટેન્શન) અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂ.૭.૧૪ લાખ, આંતરમાળખાકીય સુવિધા અન્વયે વોર્ડ નં. ૫, સ્વસ્તિક સોસાયટી વકિલ બદિયાણીના ઘરથી મંગલબાગ શેરી નં.૪ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી. ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં.૭માં પ્રમુખપાર્ક સોસાયટી હયાત ગાડા માર્ગ પર તથા કવાલીટી વોલ આઈસ્ક્રીમ પાસેના રસ્તા પર સી.સી. રોડના કામ અંગે રૂ. ૨૦૭.૫૮ લાખ , વોર્ડ નં. ૧૧ વાંઝાવાસ ઈમરાનભાઈ મણીયાના ઘરવાળો મેઈન રોડમાં સી.સી. રોડના કામ અંગે રૂ.૯.૯૪ લાખ મંજુર કરાયા હતાં.
૭૯-વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્યની માર્ગ અને મકાન વિભાગ (આર. એન્ડ બી.) ની વર્ષ ૨૦૨૪-૨૫ની (સ્પેશ્યલ) ૧૦૦ ટકા ગ્રાન્ટ અંતર્ગત ધારાસભ્ય દ્વારા સુચવેલ સીવીલ કામ અન્વયે રૂ.૨૦૦ લાખ, વોર્ડ નં. ૯, લીમડા લાઈન ગુરૂધ્વારા બાજુ ની શેરી ડો. રૂપારેલીયા હોસ્પીટલ પાછળના રોડથી પત્રકાર સોસાયટી તરફ જતા સી.સી. રોડના કામ અંગે રૂા. ૩૭.૭૧ લાખ, અંતર્ગત વોર્ડ નં. ૫, સેફાયર એપાર્ટમેન્ટથી મહીમા હાઉસ સુધી સી.સી. રોડના કામ અંગે રૂ.૩૩.૬૩ લાખ, કેબલ ટી.વી. / મનોરંજન કર / વ્યવસાય વેરા ગ્રાન્ટ (સ્વભંડોળ) અન્વયે સીવીલ શાખા ઈસ્ટ ઝોન (વોર્ડ નં. ૧૦, ૧૧ અને ૧૨) માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં સી.સી. પેચવર્ક (સી.સી. ચરેડા) ના કામ અન્વયે વધારાના કામના ખર્ચ અંગે રૂા. ૨૬.૨૭ લાખ, સીવીલ ઈસ્ટ ઝોન વોર્ડ નં. ૧૧, ગુલાબનગ૨, પ્રભાતનગ૨ પાસે આવેલ આંગણવાડી બિલ્ડીંગમાં કમ્પાઉન્ડ વોલ બનાવવાનું તથા પેવર બ્લોકના કામ અંગે રૂ.૬.૫૫ લાખ, સીવીલ ઈસ્ટ ઝોન વોર્ડ નં. ૧૧, મહાપ્રભુજી બેઠક વિસ્તાર પાસે આવેલ આંગણવાડી બિલ્ડીંગ પાસે કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામ અંગે રૂ.૫.૭૮ લાખ મંજુર કરાયા હતાં.
પમ્પિંગ સ્ટેશન ફોર ડિસ્પોઝલઓફ રેઈન વોટર ઈન અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ ડ્યુરીંગ મોન્સુન વિથ કોમ્પ્રીહેંસિવ ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ ફોર ૩ યર્સ ૪ મન્થસ પર યર ડ્યુરિંગ મોનસુન પિરિયડ ઓન્લી વર્ષ ૨૦૨૫-૨૬ માટેના કામે રૂ.૨૦.૯૧ લાખ સોશિયલ ડેવલોપમેન્ટ સ્પેશીયાલીસ્ટ અને એમ.આઈ.એસ. સ્પેશીયાલીસ્ટની જગ્યા ઉપર કોન્ટ્રાકટ બેઈઝથી નવી નિમણુંક આપવા અંગે દરખાસ્તની વિગતે મુદત વધારો મંજુર કરાયો હતો.
જામનગર મહાનગર સેવા સદનની માલ-મિલકતોનું રક્ષણ પુરું પાડવા માટે વર્ષ ૨૦૨૪-૨૫ તથા ૨૦૨૫-૨૬ (૨૪ માસ) માટે મંજુર થયેલા આર.સી. પોઈન્ટ નવા પોઈન્ટ માટે વધારાના ખર્ચ અંગે રૂ.૨૮.૨૮ લાખ, જામનગર મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી ભવન ખાતે એકસ આર્મીમેન ગાર્ડ તથા મહિલા ગાર્ડની સેવાઓ તા. ૦૧-૦૧-૨૦૨૬ થી તા. ૩૦-૦૯-૨૦૨૬ સુધી મુદત લંબાવવા તથા વધારાના ખર્ચ અંગે રૂ.૧૩.૯૦ લાખ ના ખર્ચ ને બહાલી આપવામાં આવી હતી.
ઉપરાંત એક દરખાસ્ત અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરવામાં આવી હતી. જેમાં સેક્રેટરી સેટઅપની ખાલી પડેલ જગ્યા ઉપર સીનીયોરીટી અને લાયકાતના ધોરણે ડે. સેક્રેટરી તરીકે ચંદ્રેશ બી. સંઘાણીને બઢતી આપવાનું મંજુર કરાયું હતું. આમ ગઇકાલની બેઠકમાં સિક્યોરિટી અને વધારાના મહત્તમ ખર્ચ સાથે કુલ રૂ.૯ કરોડ ૮૨ લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.
કોર્પોરેશનમાં એકસ-આર્મી મેન ગાર્ડના વધારાના ખર્ચ માટે રૂ.૧૩.૯૦ લાખ મંજુર
જામનગર કોર્પોરેશનમાં તા.૧-૧-૨૦૨૬થી તા.૩૦-૬-૨૦૨૬ સુધી વહિવટી ભવન ખાતે એકસ આર્મી મેન અને મહીલા ગાર્ડની સેવાઓ લેવામાં આવે છે, જેની મુદતમાં વધારો થયો છે, શું ખરેખર એકસ આર્મી મેનની સેવાની જરૂર છે ? સિકયુરીટી ગાર્ડ માટે જામ્યુકો લાખો રૂપિયાનો ખર્ચ કરે છે ત્યારે સ્ટે.ચેરમેન, મ્યુ.કમિશ્નર, મેયર તથા આસી.કમિશ્નરની કચેરી પાસે એકસ આર્મી મેન મુકીને મહાપાલીકા ઉપર વધુ આાર્થિક બોજ પડે છે, શું ખરેખર એકસ આર્મી મેનની જરૂર છે ખરી ? વળી ટોળા આવે છે ત્યારે જામ્યુકોની ખાનગી સિકયુરીટીના જવાનો કોઇ કામમાં આવતા ન હોવાની પણ ફરિયાદો ઉઠી છે ત્યારે કોર્પોરેશને ખોટા ખર્ચા ઉપર અંકુશ મુકવો જોઇએ તેવી ચર્ચા જાગી છે.