BREAKING NEWS

કિંજલ દવેનું ગ્રાન્ડ સગાઈ રિસેપ્શન, ગુજરાતી ફિલ્મોના સિતારાઓ ઉમટ્યા, ગરબાની રમઝટ બોલાવી, જુઓ ફોટોઝ

  • December 21, 2025 05:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેએ બિઝનેસમેન અને એક્ટર ધ્રવીન શાહ સાથે સગાઈ કરી લીધી છે. જે બાદમાં કિંડલ દવેના પરિવારને પાંચ પરગણા બ્રહ્મ સમાજે જ્ઞાતિ બહાર કરવામાં આવ્યો હતો. આ વિવાદો વચ્ચે અમદવાદમાં ગઈકાલે YMCA ક્લબ ખાતે કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈનું ગ્રાન્ડ રિસેપ્શન યોજાયું હતું. આ પ્રસંગે કિંજલ દવે લાલ રંગની સાડીમાં અત્યંત સુંદર લાગી રહી હતી, જ્યારે તેના મંગેતર ધ્રુવીન શાહે પણ તેની સાથે ભવ્ય એન્ટ્રી કરી હતી.


ઉલ્લેખનીય છે કે કિંજલ દવેએ છ ડિસેમ્બર 2025ના રોજ સગાઈ કરી લીધી હતી, ત્યારે આ સગાઈનો વીડિયો કિંજલ દવેએ પોતાના ફેસબુક પેજ પોસ્ટ કરી ઓફિશિયલ જાહેરાત કરી હતી. 


ગુજરાતી સિંગર કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ થયા બાદ ગઈકાલે અમદાવાદમાં રિસેપ્શન યોજાયું હતું. જેમાં ગુજરાતી ફિલ્મોના સિતારાઓએ હાજરી આપી કિંજલ અને ધ્રુવીનને શુભેચ્છા પાઠવી હતી. રિસેપ્શનમાં હાજરી આપવા આવેલા ખજૂરભાઈ સહિતના સેલિબ્રેટીઓએ કપલ સાથે ગરબે ઘૂમ્યા હતા. રિસેપ્શનમાં કિંજલ દવે લાલ કલરની સાડીમાં જોવા મળી હતી.


આ પ્રસંગ માત્ર પારિવારિક ઉત્સવ ન રહેતા ગુજરાતી ફિલ્મ અને સંગીત જગતનું એક મોટું સ્નેહમિલન બની ગયું હતું. રિસેપ્શનમાં જાણીતા કલાકારો હાજર રહ્યા હતા. ગીતા રબારી, વિક્રમ ઠાકોર, રાકેશ બારોટ, જીગ્નેશ બારોટ, ઉર્વશી રાદડિયા, અલ્પા પટેલ, કાજલ મહેરિયા, હિતુ કનોડિયા, મોનલ ગજ્જર, તત્સત અને આરોહી, કુશલ મિસ્ત્રી,ખજૂર (નીતિન જાની), તરુણ જાની, 'લાલો' ફિલ્મની ટીમ, જતીન અને પાર્થ (પરમ મિત્ર ટીમ) હાજર રહી હતી.


રિસેપ્શનના અંતે કિંજલ દવે, ધ્રુવીન શાહ અને ઉપસ્થિત તમામ કલાકારોએ મન મૂકીને ગરબા કર્યા હતા. ગુજરાતી કલાકારોના સૂર અને તાલે આખી સાંજ ગુંજી ઉઠી હતી અને મહેફિલમાં એક અલગ જ રોનક જોવા મળી હતી.


નોંધનીય છે કે, કિંજલ દવેની આ સગાઈ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. અગાઉ થયેલી કેટલીક સામાજિક ગૂંચવણો અને સમાજના વિરોધને કારણે આ બાબત સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બની હતી. ચાહકોનો મોટો વર્ગ કિંજલના આ નવા જીવનના આરંભને આવકારી રહ્યો છે. બીજી તરફ સામાજિક કારણોસર કેટલાક લોકો દ્વારા હજુ પણ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે, આ તમામ વિવાદોને બાજુ પર રાખીને કિંજલ અને તેના પરિવારે આ ખુશીના અવસરને ધામધૂમથી ઉજવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News