BREAKING NEWS

મતદાર આઇડી કાર્ડમાં સુધારા માટેની ઝુંબેશ શરૂ કરાવો: કલેક્ટરને રજૂઆત

  • November 06, 2025 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટના મતદારો વોટર આઇડી કાર્ડમાં નામ, સરનામા, ફોટો અપડેટ કરવા જેવા કામો માટે પારાવાર પરેશાન થઇ રહ્યા હોય રાજકોટ મહાપાલિકાની ચૂંટણી હવે નજીક છે ત્યારે આ માટે ઝુંબેશ સ્વરૂપે પરિણામલક્ષી કામગીરી કરવા માટે બીએલઓને મોકલવા રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમપ્રકાશને સામાજિક કાર્યકર સવજીભાઈ ફળદુ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.

કલેક્ટરને કરેલી રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે, રાજકોટ શહેરની અંદર દિન પ્રતિદિન એપાર્ટમેન્ટો તથા આર.એમ.સી. ટાઉનશિપોના વિસ્તારો તથા વસ્તી વધારો થતો જવાથી રેસિડન્ટમાં રહેતા વ્યકિતને મતદાર ઓળખ કાર્ડ કે ચૂંટણીની મતદાર યાદીમાં નવા નામ ઉમેરો કરવા માટે કે નામની અંદર કે ઓળખ ચૂંટણી કાર્ડમાં સરનામાની અંદર સુધારા વધારા કરવા માટે વિશાળ જન હિતમાં ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં એવી તેવી માંગણી છે.

રજૂઆતમાં ઉમેર્યું છે કે નોકરી ધંધા ઉપર જવાથી રેસિડન્ટમાં રહેતા વ્યકિત લોકો પાસે ઘરે રોકાવાનો ટાઈમ રહેતો ન હોવાથી રાજકોટ શહેર સીટીની અંદર જે જે વિસ્તારમાં અનેક રેસિડન્ટ એપાર્ટમેન્ટ તથા આર.એમ.સી.ની ટાઉનશિપ આવાસ યોજનાની અંદર ફ્લેટમાં રહેતા લોકોને તેમના રેસિડન્ટ એપાર્ટમેન્ટો તથા ટાઉનશિપોની અંદર સવારથી સાંજ સુધી બીએલઓ ચૂંટણી ઓળખ કાર્ડ યાદી સુધારા વધારાના અધિકારી મારફતે સ્થળ તપાસ સર્વે કરાવી મંત્રણા કરી નિર્ણય લઈને દરેક એપાર્ટમેન્ટો તથા ટાઉનશિપોની અંદર સવારથી સાંજ સુધી બીએલઓને બેસાડો તેમ રજૂઆતના અંતમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application