ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે સાંજે પાંચ કલાકે રાજકોટ આવી રહ્યા છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લા તેમજ મોરબી શહેર અને જિલ્લાના ૨૦ હજારથી વધુ કાર્યકર્તાઓ તેમનું અભિવાદન કરશે.
વિશેષમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવેએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્માનું રાજકોટ શહેર જિલ્લા અને મોરબી શહેર જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવનાર છે. રેસકોર્સમાં આયોજિત અભિવાદન સમારોહમાં અંદાજે ૨૦ હજારથી વધુ કાર્યકરો અભિવાદન કરશે.
આજે સાંજે પાંચ કલાકે રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પ્રદેશ પ્રમુખનું આગમન થશે, ત્યાં આગળ સ્વાગત કાર્યક્રમ બાદ ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી ૫-૩૦ કલાકે ભવ્ય કાર અને બાઈક રેલી રેસકોર્સ મેદાન ખાતે સમારોહ સ્થળ સુધી યોજાશે અને સાંજે છ કલાકે રાજકોટ મહાનગર અને રાજકોટ જિલ્લા તથા મોરબી શહેર અને મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા રેસકોર્સ સ્થિત કવિ શ્રી રમેશ પારેખ રંગ દર્શન ખાતે અભિવાદન સમારોહ યોજાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application