BREAKING NEWS

રાવકી નજીક મિકેનિકલ વાલ્વ બનાવતી બે ફેક્ટરીઓમાં સ્ટેટ GSTની તપાસ

  • January 20, 2026 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં સેન્ટ્રલ જીએસટી બાદ સ્ટેટ જીએસટી પણ એક્શન મોડમાં આવી ગયું છે. માર્ચ એન્ડિંગ નજીકમાં હોવાથી જીએસટી વિભાગ તેના લક્ષ્યાંક પૂર્ણ કરવા પર ફોકસ કરી રહ્યો છે. સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા રાવકી નજીક ખાંભા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મિકેનિકલ વાલ્વ બનાવતી બે ફેક્ટરીમાં ગઈકાલથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે આજે બીજા દિવસે પણ યથાવત રહી છે. આ ફેક્ટરી માંથી બહોળા પ્રમાણમાં દસ્તાવેજો જપ્ત કરી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે રાવકી નજીક મિકેનિકલ વાલ્વ બનાવતી બે ફેક્ટરીઓના માલિકો દ્વારા જીએસટી ચોરી થઈ રહી હોવાની આશંકાએ સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીની ટીમ દ્વારા બીજા દિવસે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ તપાસમાં અધિકારીઓ દ્વારા રિટર્ન, ખરીદ-વેચાણના બીલ સહિતના ડિજિટલ અને ફિઝિકલ દસ્તાવેજોની ઝીણવટ પૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે.


લાંબા સમયથી ફેક્ટરીના માલિકો દ્વારા બિલ વગરના માલનું વેચાણ થતું હોવાની સંભાવના સૂત્રો દર્શાવી રહ્યા છે. હાલમાં આ તપાસ શરૂ કરવામાં આવી છે. જે હજી બે દિવસ ચાલશે. જીએસટી ના અધિકારીઓ દ્વારા ડિજિટલ અને ફિઝિકલ ડેટા એકત્ર કરી અને તાળો મેળવવામાં આવી રહ્યો છે. જો માલના વેચાણમાં ગેરરીતિ થતી હોવાનું ખુલશે અને કરચોરી ઝડપાશે તો ફેક્ટરીના માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ હાલ તપાસ કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે તપાસના અંતે અધિકારીઓ દ્વારા કેટલો આંકડો જાહેર કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application