BREAKING NEWS

કોડીનારમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો, દારૂના અડ્ડા પર દરોડો

  • October 07, 2026 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનાર શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂના અડ્ડા પર દરોડો પાડવામાં આવતા મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. કોડીનારની હરિ ઓમ પોલીસ ચોકીની સામે આવેલા મકાનમાં તેમજ પાણાદર રોડ નજીક ફિશ માર્કેટ પાસે SMCની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાથમિક માહિતી મુજબ, મકાનમાં કેરેટમાં છુપાવી રાખવામાં આવેલ 57 લિટર દેશી દારૂ તથા 531 બોટલ ઈંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઉપરાંત સ્થળ પરથી બે મોપેડ મોટરસાઇકલ અને પાંચ વ્યક્તિઓ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.SMCના દરોડાની જાણ થતાં સ્થળ પર લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, આ જ સ્થળે અગાઉ પણ પોલીસ દ્વારા દારૂના વેચાણ અંગેના કેસ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આમ છતાં ફરી એક વખત મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવતાં સ્થાનિક સ્તરે ચર્ચા પણ શરૂ થઈ છે. ખાસ કરીને પોલીસ ચોકીની સામે જ દારૂનું વેચાણ ઝડપાતા કોડીનાર પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. હવે આ દારૂના ધંધાના મુખ્ય સૂત્રધાર સુધી પોલીસ પહોંચે છે કે કેમ, તે જોવું રહ્યું. હાલ સમગ્ર મામલે પોલીસની કાર્યવાહી ચાલુ છે. ફરિયાદ નોંધાયા બાદ જ ઝડપાયેલા મુદ્દામાલ, આરોપીઓ અને સમગ્ર નેટવર્ક અંગે વધુ સત્તાવાર વિગતો સામે આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application