ખંભાળિયા સગીરાને ત્રાસ ગુજારવા સબબ સાવકા માતા-પિતાને ત્રણ વર્ષની કેદ
ખંભાળિયા સગીરાને ત્રાસ ગુજારવા સબબ સાવકા માતા-પિતાને ત્રણ વર્ષની કેદ
December 05, 2025 04:32 PM
ખંભાળિયા વિસ્તારમાં રહેતી એક સગીર વયની બાળા સાથે તેણીના સાવકા પિતા તથા માતા દ્વારા શારીરિક તથા માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. જેના કારણે તેણી પોતાનું ઘર છોડીને ચાલી ગઈ હતી. જે અંગેનો બનાવ ગત તા. ૨૨ નવેમ્બર ૨૦૨૧ ના રોજ પોલીસમાં નોંધાયો હતો.
આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ચંદ્રશેખર બુદ્ધભટ્ટી દ્વારા આપવામાં આવેલા આદેશના આધારે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિભાગ કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ દ્વારા આ અંગેની ધોરણસરની કાર્યવાહી કરી અને કરવામાં આવેલી પોલીસ ફરિયાદ બાદ આ અંગેનો કેસ ખંભાળિયાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સોલંકીની કોર્ટમાં ચાલી જતા સગીરાના હિતને ધ્યાનમાં લઇ, અદાલતે બંનેને ત્રણ વર્ષની સજાનો હુકમ કર્યો હતો.