દેશના પાંચ રાયો પશ્ચિમ બંગાળ, કેરલમ, આસામ, તમિલનાડુ અને પુડુચેરીમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોના કારણે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી જ મતોની ગણતરી શ થતા અને રાજકીય વલણો આવતાની સાથે જ શેરબજારમાં તેની સીધી અસર જોવા મળી હતી.
સેન્સેકસ ૯૯૭ પોઈન્ટ વધ્યો હતો જે ૭૭,૯૧૦ના સ્તર પર ટ્રેડ થયો હતો યારે નિટી ઈન્ડેકસ ૨૯૩ પોઈન્ટના વધારા સાથે ૨૪,૨૯૦ ના સ્તર પર ટ્રેડ થયો હતો. દરમિયાન, ડોલર સામે પિયો ૦.૦૪ ટકાના ઘટાડા સાથે ૯૪.૯૫ પર ખુલ્યો હતો. પાછલા સત્રમાં તે ૯૪.૯૧ પર બધં થયો હતો.
સેન્સેકસ અને નિટી બંને મુખ્ય ઈન્ડેકસ શુક્રવારના બધં સ્તર કરતા નોંધપાત્ર તેજી સાથે ઓપન થયા હતા. બજારના વિશ્લેષકો આ તેજી પાછળ ચૂંટણી પરિણામોથી ઊભી થનારી રાજકીય સ્થિરતાની આશાને મુખ્ય કારણ ગણાવી રહ્યા છે.
બજારમાં જોવા મળેલી આ તેજીમાં દિગ્ગજ કંપનીઓના શેરોએ મુખ્ય ફાળો આપ્યો હતો. લાર્જકેપ શેરોમાં માતિ(૪.૧૦ ટકા), એચયુએલ(૩.૯૫ ટકા), એલટી (૨.૫૦ ટકા), એશિયન પેઈન્ટ (૨.૪૦ ટકા) અને અદાણી પોર્ટસ (૨.૩૫ ટકા) વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. માત્ર એટલું જ નહીં, પરંતુ બેંકિંગ સેકટરમાં પણ ભારે લેવાલી નીકળતા એકસીસ (૧.૮૦ ટકા), એચડીએફસી (૧.૬૦ ટકા) અને એસબીઆઈ (૧.૩૦ ટકા) ના શેરોમાં પણ મોટો ઉછાળો નોંધાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application