સુરતથી અયોધ્યા જવા માટે આસ્થા ટ્રેન શરૂ કરવામાં આવી છે. જે ટ્રેન ગત રોજ સાંજે 8 વાગ્યે સુરત રેલવે સ્ટેશનથી નીકળી હતી. જેના થોડા સમય બાદ તે નંદુરબાર નજીકથી રાત્રે 10.45 કલાકે પસાર થઈ હતી. તે દરમ્યાન કેટલાક અસામાજિક તત્વોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો.
ત્યારે ટ્રેન પર સતત પથ્થરમારો થતા મુસાફરોમાં ભય વ્યાપી જવા પામ્યો હતો. કેટલાક યાત્રીઓએ પથ્થરોથી બચવા માટે બારીના કાચ પણ બંધ કરી દીધા હતા. તો કેટલાક પથ્થરો બારીના કાચ તોડી ટ્રેનની અંદર આવી ગયા હતા. ત્યારે સદનસીબે કોઈ મુસાફરને ઈજા થવા પામી ન હતી.
આ સમગ્ર ઘટના બાબતે રેલવે પોલીસના એપીઆઈ રમેશ વાવરેએ જણાવ્યું હતું કે, ટ્રેનમાં બેઠેક એક મુસાફરે ફોન પર જણાવ્યું હતું કે, અમે ટ્રેનમાં બેઠા હતા ત્યારે અચાનક જ ટ્રેન પર પથ્થરો અથડાવવાનો જોર જોરથી અવાજ આવવા લાગ્યો હતો. ત્યારે અંધારૂ હોઈ પથ્થર કોણ મારી રહ્યું હતું તે કંઈ દેખાયું ન હતું. અને સિગ્નલ ન હોવાના કારણે ટ્રેન ધીમી પડી હતી. આ બાબતે મુસાફરોએ ફરિયાદ કરતા નંદુરબાર રેલવે સ્ટેશન પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. અને ઘટનાની ગંભીરતા જોતા તપાસ શરૂ કરી દીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMજામનગરના કાલાવડ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
May 06, 2025 06:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech