BREAKING NEWS

કોઠારિયા રિંગ રોડ પર રામનાથ ટ્રાવેલ્સની બસ ઉપર પથ્થરમારો, ડ્રાઇવરને ઇજા

  • December 06, 2025 04:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ–અમદાવાદ હાઇવે કોઠારીયા રીંગ રોડ થી હત્પડકો આજીડેમ ચોકડી વચ્ચે છેલ્લા ત્રણ માસમાં ૩૫ જેટલી ખાનગી ટ્રાવેલ્સની બસના કાચ ફોડવાના બનાવો સામે આવ્યા બાદ ફરી વધુ એક ખાનગી ટ્રાવેલ્સની બસને નિશાન બનાવી ટીખડીખોર પથ્થર બાજો એ પથ્થર મારો કરતા રામનાથ ટ્રાવેલ્સની બસના ડ્રાઇવરને કોણીમાં ઇજા પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ એસોસિએશન દ્રારા બે વખત પોલીસ કમિશનરને રજૂઆતો કરવા છતાં આજદિન સુધી પોલીસ પથ્થરબાજોને શા માટે પકડી શકી નથી તે પણ સવાલ ઊભા કરે છે.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો રાજકોટના કોઠારીયા રીંગ રોડ થી હત્પડકો આજીડેમ ચોકડી અને રામવન નજીક પસાર થતી વડોદરા, સુરત, પુના અને મુંબઈ જતી પેસેન્જરોથી ભરેલી અલગ અલગ ટ્રાવેલ્સની બસો પર પથ્થરમારો કરી કાચ તોડવાની ઘટનાનો સિલસિલો યથાવત છે છેલ્લા ત્રણ માસમાં ૩૫ થી વધુ બસ પર પથ્થરમારો કરી કાચ ફોડવાના ચાર જેટલા બનાવ સામે આવ્યા છે.


અગાઉ ત્રણેક માસ પૂર્વે પણ રામવન નજીક જ આશરે ૩૫ જેટલી બસ પર પથ્થરમારો કરી કાચ ફોડી નાખવામાં આવ્યા બાદ વધુ આઠ બસ પર પથ્થરમારો કરીને કાચ ફોડી નાખવામાં આવ્યા હતા. જે અંગે ખાનગી બસ એસોસિએશન દ્રારા બે વખત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી ટીખળખોરોને ઝડપી કાયદાનું ભાન કરાવવા માંગ કરવામાં આવી હતી.
ત્યારે વધુ એક આવી પથ્થર મારાની ઘટના સામે આવી છે જેમાં જુનાગઢ પંથક માંથી આવતી રામનાથ ટ્રાવેલ્સની ખાનગી બસ કોઠારીયા રિંગ રોડથી આજીડેમ ચોકડી જતી હતી ત્યારે એકાએક બસ પર પથ્થર મારો થતા ડ્રાઇવર રાહત્પલભાઈ ભીખાભાઈ ધાધલ ૨૩ રહે ડુંગરપુર જુનાગઢ વાળાને કોળી ના ભાગે પથ્થર લાગવાથી ઈજાઓ પહોંચી હતી. આ ખાનગી બસ બીલખા થી સુરત જવા નીકળી હતી ત્યારે રાજકોટ બાયપાસ કોઠારીયા રીંગ રોડ પર યાં અગાઉ પણ ત્રણ વખત ખાનગી બસો પર પથ્થરમારો થયો હતો ત્યાં ફરી વધુ એક વખત બનાવ બનતા ખાનગી બસ ચાલકો અને પેસેન્જરમાં ફફડાટ ફેલાયો છે તેમ છતાં રાજકોટ શહેર પોલીસ ના અધિકારીઓ કે સ્થાનિક પોલીસ આ અંગે કોઈ કડક કાર્યવાહી આજ દિન સુધી કરી શકી નથી આવું કેમ તે મોટા સવાલ ખડા કરે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News