રાજકોટ-અમદાવાદ હાઇવે રામવન નજીક અગાઉ આઠ જેટલી ખાનગી ટ્રાવેલ્સ બસના કાચ ફોડવાની ઘટના સામે આવી હતી ત્યારે ફરી એકવાર ગત મોડી રાત્રીના ખાનગી ટ્રાવેલ્સની બસો પર પથ્થરમારો કરવામાં આવતા આજીડેમ પોલીસની ટીમો દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરી ટીખડીખોરોને ઝડપી લેવા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી હાથ ધરી હતી
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો રાજકોટના આજીડેમના પુલ નજીક રામવન પાસે વડોદરા, સુરત, પુના અને મુંબઈ જતી પેસેન્જરોથી ભરેલી અલગ અલગ ટ્રાવેલ્સની કુલ આઠ બસ પર પથ્થરમારો કરવામાં આવતા આઠેય બસના કાચ ફૂટી ગયા હતા. ચાલુ બસે પથ્થરમારો થતાં કાચ ફૂટી ગયા હતા અને મોટો અકસ્માત સર્જાવાની દહેશત ઉભી થઇ હતી.
સદનસીબે કોઈ અકસ્માત સર્જતા સહેજ માં અટક્યો હતો,અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ત્રણેક માસ પૂર્વે પણ રામવન નજીક જ આશરે 25 જેટલાં બસ પર પથ્થરમારો કરી કાચ ફોડી નાખવામાં આવ્યા હતા. જે મામલે આજીડેમ પોલીસ મથકના પીઆઈને ખાનગી ટ્રાવેલ્સ એસો. દ્વારા રજુઆત પણ કરવામાં આવી હતી. જે બાદ પથ્થરમારાની ઘટના બંધ થઇ ગઈ હતી.
પરંતુ ગઈકાલે રાત્રે ફરીવાર તે જ સ્થળે આઠ બસ પર પથ્થરમારો કરીને કાચ ફોડી નાખવામાં આવ્યા હતા. તેમણે અહીં માંગ કરી હતી કે, પોલીસે પેટ્રોલિંગ વધારી આ પ્રકારની ઘટનાઓ બનતી અટકાવવી જોઈએ અને ટીખળખોરોને પકડી કાયદાનું ભાન કરાવવા ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે.
આ ખાનગી ટ્રાવેલ્સની બસના કાચ ફૂટ્યા પોલીસ પકડવામાં નિષ્ફળ
જામનગરથી સુરત જતી શ્રી, પ્રમુખ, રાજ ટ્રાવેલ્સ, કાલાવડથી સુરત જતી ક્રિષ્ના ટ્રાવેલ્સ, ઉપલેટાથી સુરત જરી મધુરમ ટ્રાવેલ્સ અને દર્શન ટ્રાવેલ્સની બસ પર પથ્થરમાંરો કરવામાં આવ્યો હતો, અગાઉ પણ પછી જેટલી બસોના કાચ ફૂટ્યા હતા. પોલીસ ફરિયાદ થઈ હતી પરંતુ ટીખડી ખોરોને પકડવામાં પોલીસ નિષ્ફળ સાબિત થઈ છે!
અગાઉ 25 જેટલી બસના કાચ તોડનાર તત્વો હજુ સુધી ઝડપાયા નથી!
મુંબઈ તેમજ વડોદરા સુરત જતી ખાનગી ટ્રાવેલ્સની બસપર પથ્થરમારો કરી આજીડેમ રામ નજીક કાચ તોડવામાં આવતા ટ્રાવેલ્સ એસોસિએશન માં પોલીસની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત થઈ રહી છે અગાઉ 25 બસના કાચ તોડનાર સક્ષો સામે ફરિયાદ કરવા છતાં આજદિન સુધી પોલીસ પકડી શકી નથી ત્યારે આ ટીખડીખોરોએ ફરી બસોને નિશાન બનાવી છે.