ED પર હુમલો કરનારા સામે કડક કાર્યવાહી: કેરળના પૂર્વ CMના નિવાસસ્થાને થયેલી હિંસા મામલે ૮ લોકોની ધરપકડ
ED પર હુમલો કરનારા સામે કડક કાર્યવાહી: કેરળના પૂર્વ CMના નિવાસસ્થાને થયેલી હિંસા મામલે ૮ લોકોની ધરપકડ
May 28, 2026 05:07 PM
કેરળના પૂર્વ મુખ્યમંત્રી પી. વિજયનના ઘર પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના દરોડા દરમિયાન થયેલા ઘર્ષણ મામલે સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી કરી છે. તપાસ ટીમના સભ્યો સાથે ગેરવર્તણૂક કરવા અને કાયદો હાથમાં લેવા બદલ અત્યાર સુધીમાં ૮ તોફાનીઓની અટકાયત કરવામાં આવી છે.
કેન્દ્રીય એજન્સી 'કોચીન મિનરલ્સ એન્ડ રુટાઈલ લિમિટેડ' (CMRL) નામના મોટા નાણાકીય કૌભાંડની તપાસ કરી રહી છે. આ કૌભાંડમાં પૂર્વ મુખ્યમંત્રી પી. વિજયનની પુત્રીનું નામ જોડાયેલું છે. પૂર્વ મુખ્યમંત્રીના પુત્રી સત્તાવાર નિવાસસ્થાને જ રહેતી હોવાથી એજન્સી સર્ચ ઓપરેશન માટે ત્યાં પહોંચી હતી.જ્યારે એજન્સીના અધિકારીઓ તપાસ પૂર્ણ કરીને પૂર્વ મુખ્યમંત્રીના ઘરેથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે તપાસ અધિકારીઓ પર પથ્થરમારો અને વાહનોની તોડફોડ કરવામાં આવી. હિંસક પ્રદર્શન ઉગ્ર ભીડે અધિકારીઓની ગાડીઓ પર ભારે પથ્થરમારો કર્યો અને વાહનોના કાચ તોડી નાખ્યા હતા. ઘટનાસ્થળે તૈનાત પોલીસ જવાનોએ પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો તો પ્રદર્શનકારીઓ તેમની સાથે પણ ભિડાયા હતા, જેમાં કેટલાક પોલીસકર્મીઓ જખમી થયા છે સ્થિતિ પર કાબૂ અંતે પી. વિજયને પોતે બહાર આવીને સમર્થકોને શાંત રહેવાની અપીલ કરતાં મામલો થાળે પડ્યો હતો. રાજકીય આક્ષેપબાજી અને પક્ષોનો બચાવ કાનૂની કાર્યવાહી બાદ કેરળના રાજકારણમાં ગરમાવો આવી ગયો ,આમ આદમી પાર્ટી ના અરવિંદ કેજરીવાલે આ એક્શનને ભાજપ અને કોંગ્રેસની આંતરિક મિલીભગત ગણાવી છે.કોંગ્રેસ પક્ષના કેરળના વરિષ્ઠ નેતા રમેશ ચેન્નીથલાએ સ્પષ્ટતા કરી છે કે આ દરોડા અંગે રાજ્ય સરકારને અગાઉ કોઈ જ જાણ નહોતી, કેમકે એજન્સી સ્થાનિક પોલીસના બદલે કેન્દ્રીય સુરક્ષા દળોને સાથે રાખીને આવી હતી.