સાની ડેમનું કામ તાકીદે પૂર્ણ કરવા ઉગ્ર માંગ

  • May 23, 2025 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ભીખુભાઈ વારોતરિયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવી કરાઈ રજુઆત


દેવભુમી દ્વારકા જિલ્લાના કલ્યાનપુરમાં આવેલ સાની ડેમનું પુન:નિર્માણનું કામ ચાલુ છે. અગાઉ પણ ખેડૂતો તેમજ પ્રજા દ્વારા માંગ કરાઈ હતી કે કામ ઝડપથી પતાવામાં આવે કેમ કે લગભગ છેલ્લા ૬ વર્ષ થી સાની ડેમનું સમારકામ ચાલી રહ્યું છે તેના કારણે ખેડૂતો અને પ્રજા પાણીની તંગી ભોગવી રહી છે,સાની ડેમ લગભગ જિલ્લાના ૧૧૦ ગામોને પાણી પૂરું પાડે છે.૧૧૦ ગામોને પાણી પૂરું પાડતું ડેમ છેલ્લા૬ વર્ષ થી બંધ હોય તો સમજાય જ જાય કે લોકો કેટલી મુશ્કેલી ભોગી રહ્યા હશે.હાલ બાબતને ધ્યાનમાં રાખી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ભીખુભાઈ વારોતરિયા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવામાં આવ્યો હતો અને રજુઆત કરાઈ હતી.


પત્રમાં જણાવ્યું છે કે દેવભુમિ દ્રારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના સાની ડેમનું પુનઃનિર્માણનું કામ તાત્કાલીક પૂર્ણ કરવાની વિસ્તારના ખેડુતોની માંગણી છે, જે અંગેની રજુઆત રાજયના મુખ્યમંત્રી, ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ નર્મદા અને જળસંપતિ વિભાગના મંત્રી કુંવરજીભાઈ ભાવળીયાને પણ કરેલ છે.હાલમાં સાની ડેમના પુનઃનિમાર્ણનું કામ ઘણા સમયથી ચાલુ છે, આ ડેમ ઉપર દ્વારકા અને કલ્યાણપુર તાલુકાના ૧૧૦ ગામીને પીવાનું પાણી તથા સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. છેલ્લા ત્રીસ વરસથી બનાવવામાં આવેલ આ ડેમમાં અગાઉ બે વખત દરવાજા તુટેલ જેના કારણે ત્રણ વર્ષ ડેમ ખાલી રહેલ હતો, અને પ્રજાજનીએ મુશ્કેલીનો સામનો કરવો પટેલ હ


વધુમાં જણાવ્યું છે કે હાલમા સાની ડેમ રીપેરીંગનું કામ શરૂ કરેલ હોવાથી ડેમ છેલ્લા છ વર્ષથી ખાલી છે અને હજુ વધુ એક વર્ષ જેટલો સમય પૂર્ણ થવામા લાગે તેમ જણાય છે. આ ડેમના રીપેરીંગ માટે આપવામા આવેલ કામને પ્રથમ એજન્સીએ ભાવ વધારાને કારણે અધુરૂ કામ મુકી કોન્ટ્રાકટ છોડી દીધેલ ત્યારબાદ સરકારે બીજી એજન્સીને કામ સોંપેલ છે, જે એજન્સી પણ ગોકળગાયની ગતિએ કામ કરી રહેલ છે.


સાની ડેમમાથી સિંચાઈનું પાણી મેળવવા માટે હજારો ખેડુતોએ પાંચ હજારથી દશ હજાર ફુટ સુધી પાણીની લાઈનો નાંખી લાખો રૂપિયાનો ખર્ચ કરેલ છે.તેમ છતાં પાણી ન મળવાને કારણે દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરવો પડે છે. કોઈપણ ડેમનું કામ માત્ર એક થી બે વર્ષમાં પૂર્ણ થતુ હોય છે, જયારે સાની ડેમ છેલ્લા છ વર્ષથી રીપેરીંગના બહાના હેઠળ બંધ છે. આ પ્રજા લક્ષી કામ હોવા છતા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત તેમજ રાજય સરકાર અને કેન્દ્રમાં ભાજપની સરકારના ચુંટાયેલા પ્રતિનિધિઓ કે કોઈ પણ સ્થાનિક પ્રતિનિધિઓ સાની ડેમની ચિંતા કરતા નથી. તે ખુબ જ દુઃખની બાબત છે.


આ ડેમ ઉપર ખેડુતોને પીવાના પાણી તથા સિંચાઈ માટેનો આધાર હોય, સાની ડેમનું બાકી રહેલ કામ તાત્કાલિક પૂર્ણ કરી આ વિસ્તારના ખેડુતોની મુશ્કેલીઓ ઝડપથી દુર થાય તેવી રજુઆત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ભીખુભાઈ વારોતરિયા દ્વારા મુખ્યમંત્રીને કરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application