બોખીરામાં ભારે પવનના કારણે વડલાની ડાળીઓ તુટી પડતા રસ્તા પર જતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પોરબંદર જિલ્લાના બોખીરા ગામે વર્ષો જુનો વડલાના ઝાડની ડાળીઓ વરસાદના પવનના કારણે એકાએક ટૂંટી પડતા અકસ્માત થતા અટકી ગયો છે અને કોઈ નુકસાન કે જાનહાની થઈ નથી જેથી મહાનગરપાલિકા દ્વારા આ ડાળીનું કટીંગ કરી અને રસ્તામાંથી દૂર કરવા સ્થાનિકોએ માંગ કરી છે.