જામનગરની જાણીતી સેન્ટઆન્સ સ્કુલમાં વિકસીત ગુજરાતનો અદ્દભુત ચિત્ર રજુ કરતું એક્ઝીબીશન યોજાયું હતું, જેમાં એનક વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો, વિદ્યાર્થીનીઓ દ્વારા અદ્દભુત રીતે બનાવવામાં આવેલી એકથી એક ચડીયાતી કૃતિઓ જોવા મળી હતી, ખાસ કરીને ૧લી ફેબ્રુઆરીએ રજુ થતું કેન્દ્રીય બજેટ અને બજેટ રજુ કરતા નિર્મળા સિતારમણ પાર્લામેન્ટમાં ઉભા છે તેની કલ્પનાવાળી કૃતિ તદઉપરાંત જામનગરના ઐતિહાસીક સ્થળો, ગુજરાતના ઐતિહાસીક સ્થળો તેમજ હાલમાં જ નરેન્દ્ર મોદી દ્વારા જામનગરમાં બનાવેલ નવો ફલાઇઓવર, ભુજીયો કોઠો, રીલાયન્સ રીફાઇનરી સહિત ધાર્મિક સ્થાનોની કૃતિઓ જોવા મળી હતી. ઘણા દિવસોની મહેનતનું ફળ શનિવારે સેન્ટઆન્સની વિદ્યાર્થીનીઓને મળ્યું હતું અને વિકસીત ગુજરાતના સંદેશા સમાન એક્ઝીબીશન બન્યું હતું.

જામનગરના ડીકેવી સર્કલ પાસે આવેલ સેન્ટઆન્સ હાઇસ્કુલમાં તા. ૯-૧-૨૦૨૬ના શનિવારે વિદ્યાર્થીનીઓ દ્વારા અનેક પ્રોજેકટ રજુ કરાયા હતાં, જેને જામનગરવાસીઓએ નિહાળ્યા હતાં, તદઉપરાંત અન્ય સ્કુલોમાંથી પણ ભાઇઓ-બહેનો, વાલીઓ પ્રોજેકટને નિહાળવા માટે સેન્ટઆન્સ સ્કુલે પહોંચ્યા હતાં. શનિવારે સેન્ટઆન્સ ખાતે શિક્ષકા ફીસ્ટા નામનો એક્ઝીબીશન યોજાયું હતું, જે વિકસીત ગુજરાતને રજુ કરતું બન્યું હતું. જેમાં ૧૫૦૦ થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો, દેશ, ગુજરાત, જામનગરની ઐતિહાસીક સ્મારકો રજુ કરતા પ્રોજેકટો વિદ્યાર્થીનીઓ દ્વારા દર્શાવવામાં આવ્યા હતાં.

આ એક્ઝીબીશનમાં ખાસ કરીને ૧ લી ફેબ્રુઆરીએ વર્ષનું રજુ થતું બજેટ દર્શાવવામાં આવ્યું હતું, જેને ફાઇનાન્સ મીનીસ્ટર નિર્મલા સિતારામન દ્વારા રજુ કરતું કલ્પનાત્મીક રીતે દર્શાવવામાં આવ્યું હતું તેમજ આ વર્ષ ડીજીટલ રીતે બજેટ રજુ થશે તેમની પણ લોકોને માહિતી આપી સમજાવવામાં આવ્યું હતું. સેન્ટઆન્સની વિદ્યાર્થીની સુમૈયા કુરેશી દ્વારા કેન્દ્રીય બજેટમાં કલ્પનાત્મીક કૃતિ રજુ કરી વાલીઓને તેમજ વિદ્યાર્થીનીઓને દેખાડી સમજાવવામાં આવી હતી, તેમજ ધો. ૧૧ અને ૧૨ની વિદ્યાર્થીનીઓ શ્રેયા, આલરીન, જૈનબ અને ઉર્વશી દ્વારા પણ અદ્દભુત મોડલો રજુ કરાયા હતાં. તદઉપરાંત જામનગરમાં હાલ જ બનેલ નવો ફલાઇ ઓવરની અદ્દભુત કૃતિ થર્મોકોલની શીટથી બનાવવામાં આવી હતી તેમજ પીટી ટીચર દ્વારા લાઇવ પ્રદર્શન રજુ કરી પીરામીડ પણ વિદ્યાર્થીનીઓ દ્વારા દર્શાવવામાં આવ્યું હતું. આ એક્ઝીબીશનમાં ૨૫૦ થી વધુ મોડલ રજુ કરાયા હતાં, જેમાં ખાસ કરીને હાલ જ રીનોવેશન થયેલો ભુજીયો કોઠો પણ બનાવવામાં આવ્યો હતો અને જામનગર તેમજ ગુજરાતના અનેક ધાર્મિક સ્થાનો પણ કૃતિઓમાં દર્શાવવામાં આવ્યા હતાં.

છેલ્લા ત્રણ મહિનાથી અનેક બાળકોની મહેનત શનિવારે રંગ લાવી હતી, આ એક્ઝીબીનશન વિકસીત ગુજરાતને દર્શાવતું હતું, સેન્ટઆન્સ હાઇસ્કુલની સીસ્ટર એલીસ તેમજ મેનેજરના માર્ગદર્શન હેઠળ એક્ઝીબીશન કરવામાં આવ્યું હતું. સેન્ટઆન્સ હાઇસ્કુલના શિક્ષીકા શીખા ઉપાઘ્યાય, સોનલ ગાંધી, નીમા શાહ, એન્જલીના સહિતની ટીચર્સ દ્વારા શિક્ષા ફીસ્ટા નામનો એક્ઝીબીશન શાળામાં રજુ કરી સમગ્ર જામનગરવાસીઓને વિકસીત ગુજરાતનું મોડલ રજુ કરવામાં આવ્યું હતું.

તેમજ આ એક્ઝીબીશનમાં ફાઇનાન્શીયલ ગ્રોથ ગેલેરીમાં રીયા શિંગાળા, જૈનબ ગાંધી, ઋચિતા વ્યાસ સહિતની શિક્ષીકા દ્વારા તેમના વિદ્યાર્થીની ભવ્યતા પરમાર અને શગુન સહિત અન્ય વિદ્યાર્થીનીઓ દ્વારા ઘણા સમયની મહેનત થી અને પ્રોજેકટો ફાઇનાન્શીયલ ગ્રોથને લગતા બનાવવામાં આવ્યા હતાં. આ એકઝીબીશનમાં ધો.૧ થી ધો.૧૨ સુધી ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ અનેક પ્રોજેકટો રજુ કર્યા હતાં જેમાં કપાસની ખેતીથી લઇને કેમ કાપડ બને છે તેને લગતો પણ પ્રોજેકટ બનાવી લોકોને સમજાવવામાં આવ્યા હતાં, તદઉપરાંત ફીઝીક્સ, રમત તે સાથે પ્રોજેકટ દ્વારા પણ વાલીઓને અનેક મોડલો દેખાડી માહિતગાર કરાયા હતાં.

શિક્ષા ફીસ્ટમાં હીસ્ટ્રી ઓફ ગુજરાતમાં ૪૦ થી વધુ પ્રોજેકટો બનાવવામાં આવ્યા હતાં, જેમાં લાઇવ પ્રદર્શન પણ યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા ગુજરાતી ધાર્મિક ગીતો ઉપર નૃત્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ગુજરાતની હીસ્ટ્રીને લગતા તમામ પ્રોજેકટો દર્શનાબેન તથા જાગૃતિબેન જોઇશરના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું, મારૂ ગુજરાત વિભાગમાં ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતના પ્રાચિન અને અર્વાચિન સાહિત્યકારોના મોડલ, કેરેકટર પણ રજુ કરાયા હતાં, જેમાં મીરાબાઇ, નરસિંહ મહેતા, ભગતસિંહ સહિતના અનેક સાહિત્યકારોના મોડલ રજુ થયાં હતાં, જેમાં ખાસ કરીને જામનગરના રાજા શત્રુશલ્યાજીને પણ બાળાઓ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું તેમજ રાજાઓનું વંશ પરંપરાગત કૃતિઓ પણ રજુ કરાઇ હતી. ત્યારબાદ વિદેશની સંસ્કૃતિ પણ આ એક્ઝીબીશનમાં જોવા મળી હતી, જેમાં ઇજીપ્ટ થીમ એન્ડ આર્ટ થીમ ઉપર અનેક મોડલો બનાવવામાં આવ્યા હતાં જેમાં માત્ર માટી અને કાગળનો ઉપયોગ કરી ૩૦ થી ૪૦ જેટલા પ્રોજેકટો રજુ કરી વાલીઓ માટે મુકાયા હતાં, જેમાં શિક્ષીકા અવનીબેન પંડયા અને જાશ્મીન ગડાના માર્ગદર્શન હેઠળ ઇજીપ્ટ થીમ એન્ડ આર્ટ થીમ પ્રોજેકટ રજુ કરાયા હતાં તદઉપરાંત ટેક વાઇબ ગેલેરી પણ જોવા મળી હતી, જયાં નાના બાળાઓ દ્વારા પ્રોજેકટો રજુ કરાયા હતાં.

એસ્ટ્રોએટમ નામના વિભાગમાં ધો.૧૦ની વિદ્યાર્થીનીઓ દ્વારા ૮૪ થી વધુ મોડલ રજુ કરાયા હતાં તેમજ ગ્રીન હેવન ઇનોવેશન-મોશન સહિતની કૃતિઓ રજુ કરાઇ હતી તમામ પ્રોજેકટો મીસ સલીમા નંદની બુદ્ધ તેમજ નીતલ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ યોજાયા હતાં તેમજ કેલ્ક્યુલસ કાર્નિવાલ (મોક્સા કવા), કાલસેતુ રીતુ મિશ્રા, પ્રાર્થના રાવલના માર્ગદર્શન હેઠળ પ્રોજેકટો યોજાયા હતાં તેમજ ધ ઇંગ્લીશ એરીનાનો વિભાગ પણ જોવા મળ્યો હતો, જેમાં વલ્લરી જોશી અને નિશા વ્યાસના માર્ગદર્શન હેઠળ આ વિભાગમાં ઘણા મોડલો રજુ કરવામાં આવ્યા હતાં, તદઉપરાંત એન ફ્રેન્ક ડાયરી વિભાગમાં વિકસીત ગુજરાતનો લગત અનેક પ્રોજેકટો રજુ કરાયા હતાં.

શનિવારે સેન્ટઆન્સ હાઇસ્કુલ ખાતે યોજાયેલ શિક્ષા ફિસ્ટમાં ૧૫૦૦ થી વધુ વિદ્યાર્થીનીઓ દ્વારા છેલ્લા ત્રણ મહિનાની મહેનત સફળ થઇ હતી અને એક્ઝીબીશન ખુબજ સારી રીતે સંપન્ન થયું હતું, આ એક્ઝીબીશનમાં સાંસ્કૃતિ, ઐતિહાસીક, આર્થિક, ધાર્મિક તમામ પ્રકારનો મોડલો રજુ કરાયા હતાં, જેમાં અનેક શિક્ષીકાઓની મહેનત રહી હતી, તદઉપરાંત પ્રીન્સીપાલ/સીસ્ટર એલીસના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો, જામનગરવાસીઓ દ્વારા સમગ્ર કાર્યક્રમને નિહાળી બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી, તદઉપરાંત બાળાઓની આ મહેનતને નિહાળવા હજારો વાલીઓ એક્ઝીબીશનમાં ઉમટી પડ્યા હતાં.