BREAKING NEWS

વિદ્યાર્થીઓના ફેવરિટ 'ખાન સર' કાનૂની સકંજામાં: આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ

  • June 05, 2026 03:58 PM 

વિદ્યાર્થીઓના ફેવરિટ 'ખાન સર' કાનૂની સકંજામાં: આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ

આ વિવાદની શરૂઆત પટનાના કદમકુઆં વિસ્તારમાં સ્થિત 'જ્ઞાન બિંદુ કોચિંગ'ના સંચાલક રૌશન આનંદના એક બેનરને ફાડી નાખવાના આક્ષેપ સાથે થઈ હતી. આ ઘટના બાદ બંને પક્ષો વચ્ચે તણાવ વધી ગયો અને વાત હિંસક ઝડપ સુધી પહોંચી ગઈ. ખાન ગ્લોબલ સ્ટડીઝના કેમ્પસ પર પથ્થરમારો કરવામાં આવ્યો, હોર્ડિંગ્સ તોડી નખાયા અને સુરક્ષા ગાર્ડ સાથે મારપીટ પણ થઈ હતી.


 ફાયરિંગનો દાવો અને પોલીસની તપાસઘટના બાદ ખાન સરે જાહેરમાં દાવો કર્યો હતો કે તેમની સંસ્થાની બહાર અસામાજિક તત્વો દ્વારા અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ નિવેદનને કારણે વિદ્યાર્થીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. જોકે, પટના પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી (CCTV) ફૂટેજ અને પુરાવાઓની ઝીણવટભરી તપાસ કર્યા બાદ જણાવ્યું કે બહારના લોકો દ્વારા ફાયરિંગ થયાની કોઈ પુષ્ટિ થઈ નથી. બીજી તરફ, તપાસ દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોના આધારે ખાન સરના બે સુરક્ષા ગાર્ડ્સને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કેમ્પસમાં થયેલા હંગામા અને વાયરલ વિડીયોના પુરાવાને આધારે જ હવે ખાન સર સામે પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે.

 "મને FIRની જાણ નથી, પણ તપાસમાં પૂરો સહયોગ આપીશ" - ખાન સર
તેમના વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ ખાન સરે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે:તેમને પોતાના વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી નથી.હંગામા દરમિયાન તેમના સુરક્ષા ગાર્ડ્સે જે પણ હથિયારનો ઉપયોગ કર્યો હતો, તે માત્ર 'આત્મરક્ષણ' માટે કર્યો હતો.તેઓ કાયદા અને પોલીસ પ્રશાસનનું સંપૂર્ણ સન્માન કરે છે અને તપાસ એજન્સીઓને જે પણ માહિતી કે સહયોગ જોઈશે તે પૂરો પાડશે.સત્ય સામે ન આવે ત્યાં સુધી તપાસ પ્રક્રિયા પૂર્ણ થવાની રાહ જોવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News