BREAKING NEWS

સુભાષ ઘાઈ ૨૭ વર્ષ જૂની ફિલ્મ 'તાલ'ની સિકવલ રિલીઝ કરવાની તૈયારીમાં

  • June 08, 2026 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુભાષ ઘાઈ તેમની કલ્ટ ફિલ્મ 'તાલ'ની સિકવલ બનાવવાનું વિચારી રહ્યા છે અને તેમણે દર્શકોને નવા કે જૂના કલાકારોને કાસ્ટ કરવા અંગે તેમનો અભિપ્રાય માંગ્યો  છે. આટલા વર્ષેા પછી પણ, ઐશ્વર્યા રાય અને અક્ષય ખન્નાની ફિલ્મ તાલને એક કલ્ટ ફિલ્મ માનવામાં આવે છે. સુભાષ ઘાઈએ આ ફિલ્મનું દિગ્દર્શન કયુ હતું, અને તે સિનેમાપ્રેમીઓના હૃદયમાં ખાસ સ્થાન ધરાવે છે.હવે, ઘઈ આ લોકપ્રિય રોમેન્ટિક ફિલ્મની સિકવલ બનાવવાનું વિચારી રહ્યા છે. સોશિયલ મીડિયા પરની તેમની તાજેતરની પોસ્ટમાં, તેમણે આ વાતનો સંકેત આપ્યો અને ચાહકોને એક પ્રશન પૂછયો.
ઘઈએ વધુમાં સમજાવ્યું કે વિવેચકો ખાસ કરીને ફિલ્મમાં ઐશ્વર્યા રાયના અભિનય, સંગીત અને નૃત્યથી પ્રભાવિત થયા હતા. ફિલ્મ નિર્માતાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ''તાલ માટે મને મળેલી શ્રે પ્રશંસા હોલીવુડના પ્રખયાત ફિલ્મ વિવેચક રોજર એબર્ટ તરફથી હતી. તેમણે ૨૦૦૫ માં શિકાગોમાં એબર્ટફેસટમાં મારી ફિલ્મ તાલના સ્ક્રીનિંગ દરમિયાન આ પ્રશંસા આપી હતી.તાલ ૨ વિશે વાત કરતા ઘાઈએ આગળ કહ્યું, ''શું તમે ઈચ્છો છો કે હત્પં ભારતમાં બીજા યુવાન, પ્રતિભાશાળી દિગ્દર્શક અને નવા કલાકારો સાથે તાલ ૨ નું નિર્માણ કં? ઐશ્વર્યા અને અક્ષય કુમારની મુખ્ય ભૂમિકાઓ ઉપરાંત, ફિલ્મમાં અનિલ કપૂર, અમરીશ પુરી અને આલોક નાથ પણ મુખ્ય ભૂમિકાઓમાં હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application