સિવિલમાં બે વર્ષની બાળકીના લીવરમાં થયેલી જટિલ ત્રણ ગાંઠની સફળ સર્જરી
સિવિલમાં બે વર્ષની બાળકીના લીવરમાં થયેલી જટિલ ત્રણ ગાંઠની સફળ સર્જરી
February 07, 2026 03:35 PM
રાજકોટ સિવિલ હોસ્પિટલ સંલ ઝનાના હોસ્પિટલના પીડિયાટિ્રક વિભાગમાં બાળકોની સારવારને તબીબોની સંવેદનશીલતા રહી છે. જેને લઈને અનેક બાળકોને નવ જીવન મળવાની સાથે જ પરિવારોમાં ખુશીઓ છવાયેલી છે. ઝનાનાના પીઆઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવેલી બે વર્ષની શ્રમિક પરિવારની બાળકીના લીવરમાં થયેલી ત્રણ જેટલી ગાંઠની લેપ્રોસ્કોપીથી જટિલ સર્જરી કરી સ્વસ્થ કરતા પરિવારમાં આનદં છવાયો છે વાંકાનેરના પંચાસરા ગામના સારસિંહ વાસ્કેલની બે વર્ષની બાળકી નંદુના જીવનમાં પ્રારંભે જ ખુબ કઠિન સમય આવ્યો હતો. જે ઉંમરમાં બાળકો નિર્ભય બની રમકડાં સાથે રમતા હોય, એ ઉંમરમાં નંદુ સતત તાવ, પેટમાં દુખાવો અને ધીમે ધીમે વધતા જતા પેટના ફલાવાથી પીડાતી હતી. બાળકીની પરિસ્થિતિ વધુ ગંભીર બનતા તેને ગત તા. ૨૭–૦૧–૨૦૨૬ના રોજ ઝનાના હોસ્પિટલના પીઆઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી. પીડિયાટિ્રક વિભાગના તજજ્ઞ તબીબોની તપાસ દરમિયાન બાળકીનું યકૃત વધેલું હોવાનું જણાયું. ત્યારબાદ ઝનાના હોસ્પિટલમાં ઉપલબ્ધ આધુનિક નિદાન સુવિધાઓ દ્રારા કરાયેલા યુ.એસ.જી. અને સીટી સ્કેનમાં બાળકીના યકૃતમાં ત્રણ હાઈડેટિડ સિસ્ટ (ગાંઠ) હોવાનું નિદાન થયું. આ દુર્લભ અને ગંભીર સ્થિતિએ આખી ટીમ માટે મોટો પડકાર ઊભો કર્યેા, પરંતુ સાથે ઝનાના હોસ્પિટલની કાર્યક્ષમતાને સાબિત કરવાની તક પણ આપી. બાળકીના ઓપરેશન પહેલાં બાળકની સ્થિતિ સંપૂર્ણ રીતે સ્થિર કરવી અત્યતં જરી હતી. પીઆઈસીયુ તબીબી ટીમ દ્રારા બ્લડ ટ્રાન્સયુઝન કરીને નંદુને પ્રી–ઓપ સ્ટેબિલાઇઝ કરવામાં આવી. દરેક નિર્ણય અતિ કાળજીપૂર્વક લેવામાં આવ્યો, કારણ કે અહીં વાત માત્ર એક સર્જરીની નહીં, પરંતુ એક નાની જિંદગીની હતી