BREAKING NEWS

હાઈવે પર LPG ગેસ ભરેલા ટેન્કરમાં અચાનક બ્લાસ્ટ, 7થી વધુ વાહનો આગની ચપેટમાં આવતા નાસભાગ, ભચાઉ પાસેનો બનાવ

  • December 01, 2025 09:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કચ્છના ભચાઉમાં રાત્રે હાઈવે પર LPG ગેસ ભરેલા ટેન્કરમાં બ્લાસ્ટથી અફરાતફરી મચી ગઈ હતી. સામખીયાળી-માળીયા હાઇવે પર ટેન્કરમાં બ્લાસ્ટ થયો હોવાની વાત સામે આવી છે. ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો અને ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.


બ્લાસ્ટ થતા 7થી વધુ વાહનોમાં આગ લાગી

મળતી માહિતી મુજબ હાઈવે પર LPG ગેસ ભરેલું ટેન્કર ઉભું હતું અને અચાનક બ્લાસ્ટ થતા ધડાકો થયો હતો. આથી આસપાસના લોકો બહાર આવી ગયા હતા, ધડાકો થતાની સાથે જ વિકરાળ આગ લાગી હતી. તેના કારણે રોડ પર રહેલા અન્ય વાહનો પણ આગની ચપેટમાં આવી ગયા હતા. પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે, આગ કેમ લાગી તેને લઈ ફાયર વિભાગ પણ તપાસ કરી રહ્યું છે, કોઈએ આગ લગાડી છે કે પછી અચાનક જ આગ લાગી તે દિશામાં તપાસ ચાલે છે.


સામખીયાળી માળીયા હાઇવે પર ટેન્કરમાં બ્લાસ્ટ

જુના કટારીયા પાસે એલપીજી ભરેલા ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી હતી. આગ લાગતાની સાથે હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો અને પોલીસે ટ્રાફિક દૂર કર્યો હતો, ત્યારે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહી થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News