એક તરફ કેન્દ્ર સરકાર અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રી ગરીબ ફેરીયાઓને બેંકો મારફતે લોન અપાવીને સ્વનિર્ભર કરવા માટે પીએમ સ્વનિધિ જેવી સરકારી યોજનાઓ અમલમાં મુકે છે બીજી બાજુ રાજકોટ મહાપાલિકાની એસ્ટેટ બ્રાન્ચએ ગરીબ ફેરિયાઓને શેરડીના રસના ચિચોડા માટે ભાડે અપાતા સ્ટોલનું ભાડું બમણું કરતા આ મામલે ભારે હોબાળો મચી ગયો છે. દરમિયાન સમગ્ર મામલો રાજકોટ શહેર ભાજપ કાયર્લિય કમલમ ખાતે શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળે છે. શેરડીના રસના ચિચોડાનો ધંધો કરતા ગરીબ ધંધાર્થીઓ શહેર ભાજપ કાયર્લિય સુધી દોડી ગયા હતા અને આ અંગે ઉગ્ર રજૂઆતો કરતા શહેર પ્રમુખે સ્ટેટ બ્રાન્ચના સ્ટાફને ખખડાવી નાખ્યો હોવાનું જાણવા મળે છે. મામલો શહેર ભાજપ કાયર્લિય સુધી પહોંચતા મ્યુનિ.પદાધિકારીઓ પણ ભારે નારાજ થયા હતા, કોઇ પણ પ્રકારની ચચર્િ વિચારણા કે પરામર્શ કયર્િ વિના શા માટે ઉપાડું ડબલ કરાયું તે અંગે અધિકારીઓનો ખુલાસો પૂછ્યો હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં અંગે એસ્ટેટ બ્રાન્ચના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ શેરડીના રસના ચિચોડા અને બરફ ગોલાના વ્યવસાય તેમજ અન્ય સીઝનલ ઉનાળુ ધંધાઓ માટે મહાપ્લિકાની માલિકીના જુદા જુદા વિસ્તારોમાં આવેલા કુલ આઠ ટીપી પ્લોટ ખાતે તા.15 ફેબ્રુઆરી થી 15 જૂન સુધી ઉનાળાના ચાર મહિના દરમિયાન જગ્યા ભાડે આપવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. દરમિયાન હાલ સુધી દર વર્ષે 10 બાય 10ના ગાળા મુજબ દિવસ દીઠ ફિક્સ ભાડું વસૂલવામાં આવતું હતું, દરમિયાન હવેથી પ્રતિ ચોરસ ફુટ દીઠ રૂ.2.50 મુજબ ભાડું વસૂલવામાં આવશે તેથી લગભગ ભાડાની રકમ બમણી થઇ જાય છે જેના કારણે પણ દેકારો બોલી ગયો છે.
દરમિયાન શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ શેરડીના રસના ચિચોડાના ધંધાર્થીઓની રજૂઆત સાંભળ્યા બાદ એસ્ટેટ શાખાના અધિકારીઓને ગરીબ ધંધાર્થીઓ માટે રહેમરાહ અને માનવતાનો અભિગમ દાખવવાની તાકીદ કરી હતી તેમજ હકારાત્મક વલણ દાખવવા કડક સૂચના આપી હતી. જોકે નકારાત્મક માનસિકતા ધરાવતા એસ્ટેટ બ્રાન્ચના સ્ટાફને આ સૂચનાની હવે કેવી અને કેટલી અસર થશે તે જોવાનું રહેશે. હાલમાં તો ભાડું એટલું વધારી દીધું છે કે ગરીબ ધંધાર્થીઓના પેટ ઉપર પાટો મારવા જેવી સ્થિતિ સજીર્ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech