સુલતાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવારનવાર અસામાજિક પ્રવૃતિઓ અને દાના વ્યવસાય સાથે સંકળાયેલા છ ઇસમો વિદ્ધ પોલીસે લાલ આખં કરી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિ રાય અને પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચના હેઠળ, સુલતાનપુર પોલીસે આ શખ્સોને ત્રણ માસ માટે હદપાર હુમલો કરવાની માહિતી મેળવી તેમની અટકાયત કરી છે. પીઆઈ જે.એ.ખાચર દ્રારા તૈયાર કરવામાં આવેલી દરખાસ્ત મુજબ, આ શખ્સો માત્ર આર્થિક લાભ ખાતર પ્રતિબંધિત દેશી દાનો વ્યવસાય કરતા હતા. આ પ્રવૃતિઓથી જાહેર સલામતી, વ્યવસ્થા અને લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પહોંચતી હોવાનું જણાતા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ગોંડલ દ્રારા તેમને રાજકોટ ગ્રામ્ય, રાજકોટ શહેર, જામનગર અને અમરેલી જિલ્લની હદમાંથી ત્રણ માસ માટે હદપાર કરવાનો હુમલો કરવામાં આવ્યો છે. હદપાર કરાયેલા શખ્સો દિપક લાખાભાઇ માથાસુરીયા (ઉ.વ. ૪૨) રહે. શ્રીનાથગઢ, તા. ગોંડલ. જીતેન્દ્ર ઉર્ફે ખુરી અમરશીભાઇ ગોલ (ઉ.વ. ૪૬) રહે. દેરડી કુંભાજી, તા. ગોંડલ. ભરત ઉર્ફે બાંગો રાઘવભાઇ વાડોદરીયા (ઉ.વ. ૪૦) રહે. સુલતાનપુર, તા. ગોંડલ. નીતીન કાળુભાઇ સાકરીયા (ઉ.વ. ૩૨) રહે. કમરકોટડા, તા. ગોંડલ. રાજેશ વૃજલાલ નરોડીયા (ઉ.વ. ૪૭) રહે. દેરડી કુંભાજી, તા. ગોંડલ. વીલાશબેન ચંદુભાઇ રાઠોડ (ઉ.વ. ૩૦) રહે. કમઢીયા, તા. ગોંડલ.નો સમાવેશ થાય છે. સમગ્ર કામગીરી સુલતાનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.એ.ખાચર તથા એ.એસ.આઈ. અનિલભાઇ ધંધુકિયા દ્રારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application