શિયાળાની સિઝન ચાલુ છે અને દેશના અનેક રાજ્યોમાં વરસાદ તથા ઠંડીનું પ્રમાણ વધુ છે. પરંતુ ગુજરાતમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે અને હવે તો આખો દિવસ જાણે ઉનાળો હોય તેવી ગરમી નો અહેસાસ લોકો કરી રહ્યા છે. આખો દિવસ ગરમી ચાલુ થઈ જતા એર કન્ડિશન અને પંખાનો ઉપયોગ ફરી વધી ગયો છે.
સમગ્ર રાજ્યમાં ક્યાંય લઘુતમ તાપમાન સિંગલ ડીઝીટ માં નથી તો બીજી બાજુ મહત્તમ તાપમાન નો પારો મોટાભાગના શહેરોમાં 30 થી 33.8 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન રાજકોટમાં 33.8 ડિગ્રી સોમવારે નોંધાયું છે. પોરબંદરમાં 32.4 સુરતમાં 33.6 અને વેરાવળમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન ગઈકાલે રહ્યું હતું.જૂનાગઢમાં મહત્તમ તાપમાનનો પારો 32 ડિગ્રીએ પહોંચી ગયો હતો.
લઘુતમ તાપમાન ની વાત કરીએ તો ગિરનાર પર્વત ઉપર 11.5 જુનાગઢ શહેરમાં ૧૬.૫ ભવનાથ તળેટીમાં 14.5 નલિયામાં 12 રાજકોટમાં 15.4 પોરબંદરમાં ૧૬.૬ ઓખામાં 19.2 વેરાવળમાં 21.3 કંડલામાં 17.9 દ્વારકામાં 17.8 ભુજમાં 15.8 ભાવનગરમાં 19.2 અમરેલીમાં 16 અમદાવાદમાં 19.2 વડોદરામાં 19.8 ડીસામાં 15.9 ગાંધીનગરમાં 18.2 અને સુરતમાં 19 ડિગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર ના ભાગરૂપે જમ્મુ કશ્મીર લદાખ સહિતના રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદ ચાલુ છે. આ ઉપરાંત અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમના કારણે ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ આંદામાન નિકોબાર માં વરસાદ માટેની આગાહી કરવામાં આવી છે.