BREAKING NEWS

સની દેઓલની દહાડ ગુંજી, ‘બોર્ડર 2’નું ટ્રેલર રિલીઝ

  • January 16, 2026 01:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
દેશભક્તિથી ભરપૂર ફિલ્મ ‘બોર્ડર 2નું  ટ્રેલર રિલીઝ થતાં જ સિનેમાપ્રેમીઓમાં ભારે ઉત્સાહ ફેલાયો છે. 1997માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘બોર્ડર’ની સીક્વલ તરીકે આવતી આ ફિલ્મ ફરી એકવાર દેશ માટે લડતા સૈનિકોની શૂરવીરતા અને બલિદાનને મોટા પડદે રજૂ કરશે.ટ્રેલરમાં સની દેઓલ પોતાની ઓળખતી દમદાર સ્ટાઈલમાં સંવાદ બોલતા અને યુદ્ધભૂમિમાં દુશ્મન સામે અડગ ઉભા જોવા મળે છે. તેમની હાજરી ટ્રેલરને ખાસ ઊંચાઈ આપે છે. આ સાથે વરુણ ધવન અને દિલજીત દોસાંજ યુવા સૈનિકોના પાત્રમાં દેખાય છે, જે ફિલ્મમાં નવી ઊર્જા અને ભાવનાત્મક ઊંડાણ ઉમેરે છે.

ટ્રેલરમાં યુદ્ધના ભવ્ય દ્રશ્યો, ટેન્ક, ફાઈટર જેટ્સ અને સરહદ પર ચાલતી લડાઈ ફિલ્મની ટેકનિકલ મજબૂતી બતાવે છે. સાથે જ સૈનિકોના પરિવારજનોની ચિંતા, પ્રેમ અને ત્યાગને પણ સંવેદનશીલ રીતે દર્શાવવામાં આવ્યું છે, જે દર્શકોને ભાવનાત્મક રીતે જોડે છે.

‘બોર્ડર 2’ 23 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ટ્રેલર બાદ ચાહકો સોશિયલ મીડિયા પર ફિલ્મની પ્રશંસા કરી રહ્યા છે અને માનવામાં આવે છે કે આ ફિલ્મ રિપબ્લિક ડે આસપાસ દેશભક્તિનો માહોલ વધુ ગરમ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News