BREAKING NEWS

જામનગર : સિકકામાં આંગણવાડી કાર્યકરોના વિરોધ બાદ સુપરવાઇઝર સસ્પેન્ડ

  • December 11, 2025 06:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સિકકામાં આંગણવાડીમાં ફરજ બજાવતા લીલાબેન નાથાભાઇ પરમાર નામના વર્કર બહેન સગર્ભા હોવા છતાં આંગણવાડી પત્રક મીટીંગમાં ગયા હતાં, ત્યારબાદ તેણીની તબીયત લથડતા સારવાર બાદ મૃત્યુ થતાં આંગણવાડી કાર્યકરોમાં રોષની લાગણી જન્મી હતી અને કાર્યકરોએ વિરોધ કર્યા બાદ સુપરવાઇઝર ભાનુબેન જાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


આંગણવાડી કાર્યકરોના જણાવ્યા મુજબ સુપરવાઇઝર ભાનુબેન જાદવ તેણીને હેરાન કરતા હોવાનો આક્ષેપ પણ કરાયો હતો અને રજા આપવામાં આવતી ન હતી.
​​​​​​​

ત્યારબાદ તાલુકા અને જિલ્લા પંચાયત આઇસીડીસી કચેરી ખાતે સુત્રોચ્ચાર સાથે ધરણા કરાયા બાદ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને છેલ્લે ઉપવાસ આંદોલન તેમજ સામુહીક રાજીનામાની ધમકી આપવામાં આવતા આખરે સુપરવાઇઝર ભાનુબેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં, તેની સામે તપાસ સમિતિ પણ નિમવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application