BREAKING NEWS

સુપ્રીમે કોર્ટ કાર્યવાહીના લાઇવ સ્ટ્રીમિંગની કિલપો વાયરલ કરવા પર પ્રતિબંધ મુકયો

  • July 25, 2026 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમ કોર્ટમાં કોર્ટ કાર્યવાહીના લાઇવ સ્ટ્રીમિંગ અને વિડીયો પ્રસારણ પર પ્રતિબધં મૂકવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે લાઇવ સ્ટ્રીમિંગના પસંદગીના ભાગો બતાવીને ન્યાયતંત્રની છબીને કથિત રીતે કલંકિત કરવા બદલ નારાજગી વ્યકત કરી હતી. સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર કોર્ટ કાર્યવાહીની કોઈપણ કિલપ્સ પ્રસારિત કરવા પર વચગાળાનો સ્ટે લગાવી દીધો છે.
વરિ વકીલ વિકાસ સિંહે જણાવ્યું હતું કે તેઓ વ્યકિતગત રીતે લાઇવ સ્ટ્રીમિંગમાં કોઈ સમસ્યા જોતા નથી. જોકે, સોશિયલ મીડિયા પર જસ્ટિસ કેવી વિશ્વનાથનની કોર્ટ કાર્યવાહીના વીડિયો વાયરલ થવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તે મજાક બની ગયું છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે ટિપ્પણી કરી હતી કે આ હવે દરેકને વાંચવા અને જોવાની ફરજ પાડે છે.
ડિજિટલ સ્પેસમાં ડેટા નિયમનને એક મોટો પડકાર ગણાવતા ન્યાયાધીશ જોયમલ્યા બાગચીએ કહ્યું કે કોર્ટ કાર્યવાહીની મર્યાદિત અકસેસ સુનિશ્ચિત કરવી જોઈએ. તેમણે સૂચન કયુ કે લાઇવ સ્ટ્રીમિંગ નિયંત્રિત કરવું જોઈએ અને કાર્યવાહી જોવા માંગતા પક્ષોએ સ્પષ્ટ્ર વિનંતી કરવી જોઈએ. આમ, તેમનો મતલબ હતો કે કોર્ટ કાર્યવાહીનું લાઇવ સ્ટ્રીમિંગ જાહેર પ્લેટફોર્મ પર ન કરવું જોઈએ; જો કોઈ પક્ષ ફીડ ઇચ્છે છે, તો તે માંગ પર જ પ્રદાન કરવું જોઈએ.
ઘણીવાર, લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન ન્યાયાધીશો દ્રારા કરવામાં આવતી કોઈપણ ટિપ્પણીઓ અથવા ચર્ચાઓ સમાચાર બની જાય છે. આવી સ્થિતિમાં, કોર્ટનો નિર્ણય મહત્વપૂર્ણ છે. જસ્ટિસ બાગચીએ એમ પણ કહ્યું કે કોર્ટ મનોરંજન ચેનલ બની શકતી નથી. કોર્ટ હાલમાં કેસની સુનાવણી કરી રહી છે. સોશિયલ મીડિયા પર કોર્ટ કાર્યવાહીની કિલપ્સ પ્રસારિત કરવા પર વચગાળાનો પ્રતિબધં લાદવાનો નિર્ણય સીજેઆઈ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની બનેલી બેન્ચ દ્રારા સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. આ મામલે કેન્દ્ર સરકારને પણ નોટિસ જારી કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application